તામિલનાડુ: કુડ્ડલોરમાં શનિવારે રાત્રે નવા વર્ષની ઉજવણી દરમિયાન સાપના ડંખથી એક વ્યક્તિનું મોત થયું હતું. મણિકંદન નશાની હાલતમાં ઝેરીલા સાપ સાથે રમી રહ્યો હતો, તે દરમિયાન સાપે તેને ડંખ માર્યો (Drunken Man Catches Snake) હતો. સુબરાયણ નગર વિસ્તારમાં લોન્ડ્રીમાં કામ કરતો મણિકંદન ઉર્ફે અપ્પુ ગત રાત્રે નવા વર્ષની ઉજવણીમાં ગયો હતો. 31 ડિસેમ્બર તે નશામાં હતો. દરમિયાન તેણે એક સાપને ત્યાંથી પસાર થતો જોયો હતો. તેણે તેને પકડી(Drunken snake caught at New Year celebration) લીધો અને નવા વર્ષની ભેટ તરીકે તેના મિત્રોને બતાવ્યો હતો.
આ પણ વાંચો:ખુબ જ ઓછા જોવા મળતા કોબ્રા પકડનારનું સાપ કરડવાથી જ મૃત્યુ
સાપના ડંખથી એક વ્યક્તિનું મોત: સાપને જોઈને તેના મિત્રો અને કેટલાક લોકો ડરીને ભાગી ગયા હતા. દરમિયાન સાપે તેને ડંખ માર્યો હતો. મણિકંદનને સાપે કરડતાં જ તે બેહોશ થઈ ગયો હતો. બેભાન મણિકંદનને કુડ્ડલોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સાપ કેટલો ઝેરી છે તે જાણવા માટે મણિકંદનના મિત્ર કબિલને તેને પોલીથીનમાં બંધ કરીને પોતાની સાથે લઈ ગયા હતા. આ દરમિયાન મણિકંદનનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું.કબિલને ડોક્ટરોને બતાવવા માટે પોલિથીન ખોલતાં જ સાપે કાબિલનને પણ ડંખ માર્યો હતો. કબિલનની કુડ્ડલોરની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સરકારી હોસ્પિટલમાં મળેલો સાપ ભયંકર ઝેર ધરાવતો રસેલ વાઇપર છે.
આ પણ વાંચો:આને કહેવાય ઝેરના પારખા, સાપ સાથે સ્ટંટ કરવામાં સજીવ નિર્જીવ થયો
સાપ કરડવા પર શું કરવું
- સૌ પ્રથમ, પીડિતને સીધું સૂવડાવો અને વિલંબ કર્યા વિના તેને હોસ્પિટલ લઈ જાઓ.
- કરડેલા સાપને ઓળખવાનો પ્રયાસ કરો, જેથી તેની સારવાર કરવામાં સરળતા રહે.
- પીડિતને બેહોશ થવા દો નહીં અને હૂંફ આપવા માટે તમામ પ્રયાસો કરો.
- પીડિતને સીધો સૂવો, નહીંતર શરીરમાં હલનચલન થવાથી ઝેર ફેલાઈ શકે છે.
- જો કોઈ સાપે તમારા હાથને ડંખ માર્યો હોય તો તેને નીચેની તરફ લટકાવવો જેથી ઝેર શરીરમાં ઝડપથી ન ફેલાય.
- સર્પદંશની જગ્યાને પોટેશિયમ પરમેંગેનેટ અથવા લાલ દવાના પાણી અથવા સાબુથી ધોવા જોઈએ.