ચેન્નાઈ :તમિલનાડુ પોલીસે તાંબરમ નજીક આજે વહેલી સવારે બે કુખ્યાત બદમાશોને ઠાર માર્યા હતા. વાહન ચેકિંગ દરમિયાન બંને ગુનેગારોએ પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે બચાવમાં ગોળીબાર કર્યો, જેમાં બંને બદમાશો માર્યા ગયા. બંને બદમાશો સામે હત્યા સહિત અન્ય ઘણા ગંભીર કેસ નોંધાયેલા છે.
હિસ્ટ્રીશીટરને ઠાર કર્યા : પોલીસના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે તાંબરમ શહેર નજીક અરુંગલ રોડ પર પોલીસ ઈન્સ્પેક્ટર મુરુગેસન, સબ ઈન્સ્પેક્ટર શિવગ્રુનાથનના નેતૃત્વમાં વાહન ચેકિંગ ઓપરેશન ચાલી રહ્યું હતું. વાહનની તપાસ દરમિયાન એક હાઈસ્પીડ બ્લેક સ્કોડા કાર આવી. શંકાસ્પદ જણાઈ આવતા સબ ઈન્સ્પેક્ટરે કારને રોકવાનો ઈશારો કર્યો પરંતુ ડ્રાઈવરે કાર રોકી નહીં. આ રીતે કાર પોલીસની જીપ સાથે અથડાઈ હતી.
પોલિસ પર કર્યો હતો હુમલો : કાર પાસે પહોંચતા જ કારમાંથી ચાર લોકો હથિયારો લઈને બહાર આવ્યા અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તેમાંથી એકે આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર પર ડાબા હાથ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. બદમાશોએ ફરી પોલીસ અધિકારીઓનું શિરચ્છેદ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન આસિસ્ટન્ટ ઈન્સપેક્ટરે સમજીને તેનો જીવ બચાવ્યો હતો. હુમલા દરમિયાન તે નમી ગયો હતો. જોકે તેની ટોપી કપાઈ ગઈ હતી.
50થી વધું કેસ હતા પેન્ડિગ : આ જોઈને પોલીસ ઈન્સ્પેક્ટરે એક બદમાશને ગોળી મારી અને આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરે બીજા બદમાશને ગોળી મારી. આ દરમિયાન બાકીના બે બદમાશો હથિયાર લઈને ભાગી ગયા હતા. પૂછપરછ પર, માર્યા ગયેલા બદમાશોની ઓળખ વિનોદ, છોટા વિનોદ અને એસ રમેશ તરીકે થઈ છે. તેની સામે 50થી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાં 10 હત્યાના કેસ અને 15 હત્યાના પ્રયાસના કેસ છે. ઈજાગ્રસ્ત સબ ઈન્સ્પેક્ટર શિવગ્રુનાથનને સારવાર માટે ક્રોમપેટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Ahmedabad Crime: ઈન્સ્ટાગ્રામથી યુવતીને મળ્યો પ્રેમી, સંબંધ બાધી અંતે તરછોડી
- NIA Raids in Kashmir: પુલવામા અને શોપિયાંમાં NIA અને CIKના દરોડા