ચેન્નાઈ : ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે સવારે 4.15 વાગ્યે બેસિન બ્રિજ યાર્ડથી ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચી હતી, ત્યારે અચાનક એક વ્યક્તિએ ટ્રેન પર પથ્થર ફેંક્યો. જેના કારણે ટ્રેનના બે કોચના કાચ તૂટી ગયા હતા. પ્રવાસીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, સેન્ટ્રલ રેલવે પ્રોટેક્શન ફોર્સ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વડાપ્રધાન આપી હતી ઝંડી : આ પહેલા 28 માર્ચે એક વ્યક્તિએ ચેન્નાઈ-મૈસુર વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યો હતો, જ્યારે તે વાણીયામપાડીની બાજુમાં ચાલી રહી હતી. ટ્રેનના S 14 કોચનો કાચ તૂટી ગયો હતો. ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને તાજેતરમાં વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.
પ્રીમિયમ ટ્રેન પર પથ્થરમારો : આ પછી, પોલીસે જોલારપેટમાં ટ્રેન પર પથ્થરમારો કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. તેવી જ રીતે ફરી એકવાર આ પ્રીમિયમ ટ્રેન પર પથ્થરમારો થયો છે. પોલીસ ટ્રેન પર પથ્થરમારો કરનાર વ્યક્તિને શોધી રહી છે. ભારતના ઘણા ભાગોમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે.
અન્ય ટ્રેન પર પથ્થરમારો : અગાઉ, 5 જુલાઇના રોજ, અસામાજિક તત્વોએ કર્ણાટકના ચિકમંગલુર જિલ્લામાં કદુર બિરુર વિભાગમાં તાજેતરમાં શરૂ થયેલી બેંગલુરુ-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. રેલવે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી, રેલવે પ્રોટેક્શન ફોર્સએ (RPF) જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 8.40 વાગ્યે બની હતી. તે સમયે ટ્રેન કદુર બિરુર સેક્શનથી 'KM 207,500' પરથી પસાર થઈ રહી હતી.
પથ્થર અરીસામાં વાગ્યો : RPFએ જણાવ્યું હતું કે, પથ્થરમારો દરમિયાન, પથ્થર કોચ C 5ની સીટ નંબર 43-44 અને EC-1ના ટોઇલેટના અરીસા પર વાગ્યો હતો. જેના કારણે બહારનો કાચ તૂટી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂને બેંગ્લોર-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
- Odisha Train Tragedy: બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પછી બહંગા હાઈસ્કૂલમાં જતાં વિદ્યાર્થીઓ કેમ ડરી રહ્યા છે ?
- Chennai-Bengaluru Express: તમિલનાડુમાં ચેન્નાઈ-બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડાથી ખળભળાટ મચ્યો