ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tamil Nadu Accident News : તમિલનાડુમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના થયા મોત -

તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં કાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ-બેંગલુરુ નેશનલ હાઈવે પર એક કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 4, 2023, 5:39 PM IST

તમિલનાડુ : તિરુવન્નામલાઈ જિલ્લામાં ચેન્નઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તાની બાજુએ પાર્ક કરેલી એક ટ્રક સાથે ફુલ સ્પિડમાં આવતી કાર અથડાતાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રામજયમની પત્ની રતિના, રાજલક્ષ્મી (5), તેજશ્રી (અઢી વર્ષ) અને તેના પિતરાઈ ભાઈ રાજેશ (29)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ રામજયમ અને 3 મહિનાનું બાળક કારમાં ફસાઈ ગયા હતા. હોસ્પિટલમાં લઈ જતી વખતે બાળકનું મોત થયું હતું.

એક જ પરિવારના 5 લોકોના થયા મોત :તિરુવન્નામલાઈ જિલ્લાના નાચિયારપટ્ટુ વિસ્તારના રામાજયમ શુક્રવારે (2 જૂન) ના રોજ પરિવાર સાથે ચેન્નાઈમાં તેના સાસરે ગયા હતા અને ગઈકાલે (3 જૂન) રાત્રે કાર દ્વારા તેમના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે તેમની કાર ચેન્નાઈ-બેંગલુરુ નેશનલ હાઈવે પર કાંચીપુરમની બાજુમાં ચિથેરેમેડુ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે કારનું ટાયર ફાટ્યું હતું. જે બાદ તેમની કાર બેકાબૂ થઈને રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.

તમિલનાડુમાં માર્ગ અકસ્માત થયો : આ અકસ્માતમાં રામજયમની પત્ની રતિના, રાજલક્ષ્મી (5 વર્ષ), તેજશ્રી (અઢી વર્ષ) અને તેના પિતરાઈ ભાઈ રાજેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમજ રામજયમ અને 3 મહિનાનું બાળક કારમાં ફસાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ બાલુચેટ્ટી ચતરમ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને રામજયમ અને નવજાતને એમ્બ્યુલન્સમાં કાંચીપુરમ સરકારી હોસ્પિટલમાં મોકલ્યા, પરંતુ હોસ્પિટલમાં લઈ જતી વખતે ત્રણ મહિનાના બાળકનું મોત નીપજ્યું.

પોલિસ ઘટના સ્થળ પર પહોંચી : દુર્ઘટનાની માહિતી મળતાં જ બલુચેટ્ટી ચતરમ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને રામજયમ અને નવજાતને એમ્બ્યુલન્સમાં કાંચીપુરમ સરકારી હોસ્પિટલમાં મોકલ્યા. પરંતુ ત્રણ મહિનાના બાળકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. રામજયમને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. બલુચેટ્ટી ચત્તરામ પોલીસ સ્ટેશને કેસ નોંધીને અકસ્માતની તપાસ હાથ ધરી છે.

  1. Accident News : 20થી વધુ શ્રમિક ભરેલું તુફાન પલટી મારી ગયું, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ
  2. Mahasamund Accident : છત્તીસગઢમાં પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે સર્જાયો અકસ્માત, 2ના મોત અને 20 ઈજાગ્રસ્ત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details