- તાલિબાન સાથે સંવાદ ઘણો જરૂરી છે
- મહાસચિવ એંતોનિયો ગુતારેસે વૈશ્વિક આતંકવાદ પર ચેતવણી આપી છે
- અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સંબંધમાં સકારાત્મક ભૂમિકા નિભાવે.
સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસે વૈશ્વિક આતંકવાદ પર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર ઇચ્છે છે કે અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સંબંધમાં સકારાત્મક ભૂમિકા નિભાવે. જેના માટે તાલિબાન સાથે સંવાદ ઘણો જરૂરી છે.
તાલિબાનના સભ્યએ ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન પર પોતાનું નિયંત્રણ કરી લીધું
તાલિબાનના સભ્યએ ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન પર પોતાનું નિયંત્રણ કરી લીધું અને પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત પાછળની સરકારને સત્તાથી બેદખલ થવા પર મજબૂત કરી દીધી છે. ગુતારેસે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, દુનિયાના વિભિન્ન હિંસામાં આપણે જે જોઇ રહ્યા છે, એમાં હું ઘણો ચિંતિત છું.
આતંકવાદના પડકારનો સામનો કરવા માટે આજે આપણી પાસે અસરકારક સુરક્ષા વ્યવસ્થા નથી
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વિજય વિશ્વના જુદા-જુદા ભાગોમાં અન્ય જૂથોને પ્રોત્સાહિત કરી શકે છે, તેમ છતાં તે જૂથો તાલિબાનથી અલગ છે અને મને તેમની વચ્ચે કોઈ સમાનતા દેખાતી નથી. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં તેઓ સાહેલ જેવા દૃશ્યો માટે ખૂબ જ ચિંતિત છે. જ્યાં આતંકવાદના પડકારનો સામનો કરવા માટે આજે આપણી પાસે અસરકારક સુરક્ષા વ્યવસ્થા નથી અને તેથી આતંકવાદીઓની પકડ મજબૂત થઈ રહી છે.