- અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે ઓવૈસીનું નિવેદન
- મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
- એક પ્રધાને પણ આપ્યો સણસણતો જવાબ
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જાવાળા વિસ્તારોમાં સતત વણસતી પરિસ્થિતિ અને તેમાં પણ મહિલાઓ સામે થતા અત્યાચાર અંગેના સમાચાર સતત ચર્ચાઇ રહ્યાં છે. તો આ મુદ્દા પર હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ મોદી સરકારને આડેહાથ લીધી છે. તેઓએ AIMIMના એક કાર્યક્રમમાં સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભારત સરકારને અફઘાનિસ્તાનની મહિલાઓની ચિંતા વધારે છે. પણ દેશની મહિલાઓ અંગે તેઓ કશુ જ બોલતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં પાંચ વર્ષ સુધીની ઉંમરની બાળકીઓમાં 9 માંથી 1 બાળકીનું મૃત્યુ થાય છે. અહીંયા મહિલાઓ સામે ગુન્હાઓ અને દુષ્કર્મના કેસ સતત વધી રહ્યાં છે પણ આપણને વધારે ચિંતા અફઘાનિસ્તાનમાં ફસેલી મહિલાઓની છે.
અગાઇ પણ સરકાર પર કરી ચુક્યા છે હુમલા