નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હી પોલીસને જહાંગીરપુરીમાં હિંસા (Jahangirpuri violence) આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ETV ભારતને જણાવ્યું હતું કે, ગૃહપ્રધાને દિલ્હી પોલીસ અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને એક ઉદાહરણ બેસાડવાનો નિર્દેશ ( Home Minister instructed the Delhi Police) આપ્યો છે જેથી કરીને આવી ઘટનાઓ ફરી ન બને.
આ પણ વાંચો:આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બે જૂથો વચ્ચે અથડામણમાં 15 ઈજાગ્રસ્ત, 20ની ધરપકડ
પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી: રાષ્ટ્રીય રાજધાનીને હચમચાવી દેનારી જહાંગીરપુરી હિંસાના દિવસો પછી, ગૃહ પ્રધાન શાહે ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, રાકેશ અસ્થાના, નોર્થ બ્લોકમાં ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. બેઠકના એક અધિકારીએ જણાવ્યું કે ગૃહપ્રધાને છેલ્લા કેટલાક દિવસોમાં સમગ્ર ભારતમાં આવી વધી રહેલી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, બેઠકમાં વિવિધ રાજ્યોમાં હિંસક ઘટનાઓના નિરાકરણ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજસ્થાનના રાજ્યપાલ શાહને મળ્યાઃ નોંધપાત્ર વાત એ છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં બે અલગ-અલગ સમુદાયો વચ્ચે અથડામણ થઈ રહી છે. આ દરમિયાન, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા (Rajasthan Governor Kalraj Mishra) સોમવારે સાંજે નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહને મળ્યા હતા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો:Jamiat Ulama-e-Hind moves SC: હિંસાના આરોપીઓની સંપત્તિ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
કરોલી હિંસા: શાહને મળ્યા બાદ મિશ્રાએ કહ્યું કે, રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સરકારે તમામ જરૂરી પગલાં લીધા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે કરોલીની ઘટના અંગે ગૃહપ્રધાન શાહ સાથે ચર્ચા થઈ હતી. મિશ્રાએ કહ્યું કે તેમણે શાહને રાજસ્થાનની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા છે. 2 એપ્રિલે રાજસ્થાનના કરોલીમાં ગુડી પડવા શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં (Karoli violence) તણાવ સર્જાયો હતો. અનેક દુકાનોમાં આગ લગાવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા.