ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Taj Mahal In entry free : હવે નિહાળો તદ્દન મફતમાં તાજમહેલ અને આગ્રાના અનેક સ્મારકો, આ દિવસે મળશે ફ્રી માં પ્રવેશ

પ્રેમની નિશાની તાજમહેલ જોનારા લોકો માટે સારા સમાચાર(Good news for visiting the Taj Mahal) છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) એ વર્લ્ડ હેરિટેજ ડે(World Heritage day) પર આગ્રાના તમામ સ્મારકોમાં મફત પ્રવેશ(Free Entry in all monuments of Agra) માટે સૂચના આપી છે. આ સુવિધા 18 એપ્રિલથી ઉપલબ્ધ થશે.

Taj Mahal In entry free :
Taj Mahal In entry free :

By

Published : Apr 16, 2022, 10:13 AM IST

આગ્રાઃતાજમહેલની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર(Good news for visiting the Taj Mahal) છે. 18 એપ્રિલના રોજ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરી અને એત્માદ-ઉદ-દૌલા મેમોરિયલ સહિતના અન્ય સંરક્ષિત સ્મારકોની સાથે તાજમહેલમાં પ્રવેશ મફતFree Entry in all monuments of Agra) રહેશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) એ વર્લ્ડ હેરિટેજ ડે પર આગ્રાના તમામ સ્મારકોમાં મફત પ્રવેશ માટે સૂચના આપી છે.

Taj Mahal In entry free :

આ પણ વાંચો - બોટાદનું સાળંગપુર મંદિર 2 મહિના પછી આજે ખૂલ્લું મુકાયું

મફતમાં નિહાળો આ સ્થળો -આ સાથે પ્રવાસીઓ ટિકિટ લીધા વગર તમામ સ્મારકોની મુલાકાત લઈ શકશે. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ASI દ્વારા તમામ સ્મારકોમાં મફત પ્રવેશ માટે સૂચના આપવામાં આવી છે. જેથી લોકો તમામ સંરક્ષિત વિશ્વ ધરોહરથી વાકેફ રહે અને ASIને તેમના સંરક્ષણ, પ્રચારમાં મદદ કરે. જો કે, તાજમહેલ જોવા માટે ભારતીય પ્રવાસીઓએ 250 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓએ 1300 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. પરંતુ, સોમવાર, 18 એપ્રિલના રોજ, તમે તાજમહેલ સહિત અન્ય તમામ સ્મારકોની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો - Unveil 108 ft Lord Hanuman statue : PM મોદી આજે મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ

સ્મારકો વિશે જાગૃતિ ફેલાવશે -ASI આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, વારસાને બચાવવા અને નવી પેઢીને વારસો બચાવવાનો સંદેશ આપવા વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેથી, આ દિવસે તમામ સ્મારકોમાં પ્રવાસીઓનો પ્રવેશ મફત રહેશે. આ દિવસે બાળકોને સ્મારકોના સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવે છે. ફતેહપુર સીકરીમાં 18મી એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે પર ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે, જેથી લોકો જાગૃત થાય. આ સાથે પ્રવાસીઓને જાગૃત કરવા તમામ સ્મારકો પર બેનરો પણ લગાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details