આગરા: તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને ઠપકો આપતા કહ્યું કે, પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (Taj mahal controversy petition) (PIL) સિસ્ટમનો દુરુપયોગ ન કરો, કાલે તમે આવીને કહેશો કે અમને માનનીય જજની ચેમ્બરમાં જવાની પરવાનગી જોઈએ છે.
જે વિષયની તમને ખબર નથી તેના પર રિસર્ચ કરો:જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચ તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે (Taj mahal controversy allahabad high court) અરજીકર્તાને કહ્યું કે, તમે માનો છો કે તાજમહેલ શાહજહાંએ નથી બનાવ્યો? શું આપણે અહીં ચુકાદો આપવા આવ્યા છીએ? જેમ કે તેને કોણે બાંધ્યો અથવા તાજમહેલની ઉંમર કેટલી છે? હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, જે વિષયની તમને ખબર નથી તેના પર રિસર્ચ કરો, એમએ કરવા જાઓ, પીએચડી કરો, જો કોઈ સંસ્થા તમને રિસર્ચ કરવા ન દે તો અમારી પાસે આવો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, અમે આ અરજીની સુનાવણી ટાળીશું નહીં, તમે તાજમહેલના 22 રૂમની માહિતી કોની પાસેથી માંગી?