જયપુર: રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન પદે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કરી લીધા છે. જયપુરમાં આ શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ભજનલાલ શર્માએ રાજસ્થાનના 14માં મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ લીધા છે, ત્યાર બાદ દીયા કુમારી અને ડૉ.પ્રેમચંદ બૈરવાએ નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતાં. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદીથી લઈને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, રાજ્યપાલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજસ્થાનમાં ભજનલાલ શર્માનું રાજતિલક, 14માં મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ - મુખ્યમંત્રી ભજનલાલ શર્મા
રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન પદે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કરી લીધા છે. તેમની સાથે દીયા કુમારી અને ડૉ.પ્રેમચંદ બૈરવાએ નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતાં. આ શપથગ્રહણ સમારોહ રાજધાની જયપુરમાં રામનિવાસ બાગમાં ઐતિહાસિક આલ્બર્ટ હોલની સામે યોજાયો, જેમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.

Published : Dec 15, 2023, 1:34 PM IST
રાજસ્થાનમાં 'ભજન' રાજ: રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી અને ડૉ. પ્રેમચંદ બૈરવા આજે શપથ લેતાની સાથે જ રાજસ્થાનમાં હવેથી ભજનલાલ શર્માના નેતૃત્વમાં વિધિવત ભાજપની સરકાર અમલી બની ગઈ છે. પિંક સિટીના રામનિવાસ બાગમાં ઐતિહાસિક આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો અને અન્ય ઘણી રાજકીય હસ્તીઓ ભાગ લીધો હતો.
મહત્વપૂર્ણ છે કે, રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પહેલા સરપંચ બન્યા, ત્યારબાદ સંગઠનમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ તેઓ રાજ્યમાં સત્તાની સર્વોચ્ચ ખુરશી સુધી પહોંચ્યા છે. જ્યારે દિયા કુમારી જયપુરના પૂર્વ શાહી પરિવારના સભ્ય છે અને આ વખતે તે સૌથી વધુ મતોથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યાં છે. બીજા નાયબ મુખ્યમંત્રી ડો.પ્રેમચંદ બૈરવા બીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેમણે અશોક ગેહલોતના સલાહકાર બાબુલાલ નાગરને હરાવ્યા છે.