લખનૌ :મહાનગરની ફેમિલી કોર્ટે વાહનવ્યવહાર પ્રધાનદયાશંકર સિંહ અને તેમની પત્ની સ્વાતિ સિંહ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પૂર્વ પ્રધાનની છૂટાછેડાની અરજીને મંજૂર કરી છે. હવે કાયદાકીય રીતે બંને પતિ-પત્ની નથી. કોર્ટે તેમને આ સંબંધમાંથી મુક્ત કર્યા છે. દયાશંકર સિંહ અને સ્વાતિ સિંહને 2 બાળકો છે. તેમાંથી એક છોકરો (18 વર્ષ) અને એક છોકરીની (20 વર્ષ) છે. બંન્ને બાળકો પહેલાથી જ સ્વાતિ સિંહ સાથે રહે છે. બાળકોની કસ્ટડી કોર્ટે સ્વાતિ સિંહને આપી દીધી છે. ફેમિલી કોર્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાતિ સિંહે ભરણપોષણની માંગ કરી નથી.
22 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યો : ફેમિલી કોર્ટમાં 10 વર્ષ પહેલા છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી. બંન્નેની ગેરહાજરીને કારણે છૂટાછેડાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ગત વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ પૂર્વ પ્રધાન સ્વાતિ સિંહે ફરી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. સોમવારે આ અંગે સુનાવણી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ એકતરફી તલાક છે. પરિવહન પ્રધાન દયાશંકર સિંહ અને પૂર્વ પ્રધાન સ્વાતિ સિંહ વચ્ચે 22 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યો છે.
આ પણ વાંચો :Sikkim Avalanche : સિક્કિમના નાથુલા વિસ્તારમાં હિમસ્ખલન, 7 પ્રવાસીઓના મોત
છેલ્લા 4 વર્ષથી બંને એકબીજાથી અલગ રહેતા હતા :લવ મેરેજ હોવા છતાં બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. છેલ્લા 4 વર્ષથી બંને એકબીજાથી અલગ રહેતા હતા. તેમની વચ્ચે કોઈ વૈવાહિક સંબંધ નહોતો. વર્ષ 2012માં જ વાદિનીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ તારીખ સુધી ન પહોંચતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી. વર્ષ 2022માં 20 સપ્ટેમ્બરે પૂર્વ પ્રધાન સ્વાતિ સિંહે ફરીથી એ જ છૂટાછેડાની અરજીને આગળ ધપાવી હતી, પરંતુ કોર્ટે તેને સ્વીકારી ન હતી. આ પછી, વર્ષ 2022માં ફરી એકવાર સ્વાતિ સિંહે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની નવી અરજી દાખલ કરી હતી. ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે જ્યારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની આ અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારે તે સમયે કોર્ટમાં પ્રતિવાદીની ગેરહાજરીને કારણે કોર્ટનો નિર્ણય એકતરફી રહ્યો હતો. આ પછી ફરિયાદી દ્વારા ફેમિલી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેના આધારે કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો :Stray dog attack: ઓડિશામાં રખડતા શ્વાનના હુમલામાં મહિલાઓ અને બાળકો ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો
બંન્ને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી છે :અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા દયાશંકર લગભગ 22 વર્ષ પહેલા સ્વાતિ સિંહને મળ્યા હતા. તે દરમિયાન સ્વાતિ સિંહને પણ રાજકારણમાં જોડાવાનો રસ હતો. તે સમયે સ્વાતિ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી એમએ કરી રહી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. આ પછી બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંન્ને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી છે. લગ્ન બાદ સ્વાતિ સિંહે પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.