ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ સાંસદ સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું - rajya sabha news

નવી દિલ્હી: રાજ્યસભાના સાંસદ તરીકે સ્વપન દાસગુપ્તાએ રાજીનામું આપ્યું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને હુગલી જિલ્લાની તારકેશ્વર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા. અત્યાર સુધી તેમનું રાજીનામું સ્વીકારવાની કોઈ માહિતી નથી.

SWAPAN DASGUPTA
SWAPAN DASGUPTA

By

Published : Mar 16, 2021, 2:01 PM IST

Updated : Mar 16, 2021, 2:16 PM IST

  • સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું
  • તેઓએ રાજીનામું ચેરમેન વેંકૈયા નાયડુના કાર્યાલય પર મોકલી આપ્યું
  • સ્વપન દાસગુપ્તાને હુગલી જિલ્લાની તારકેશ્વર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે

નવી દિલ્હી: ભાજપના સાંસદ સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ચેરમેન વેંકૈયા નાયડુના કાર્યાલય પર મોકલી દીધું છે. જો કે, તેમનું રાજીનામું સ્વીકારવાની કોઈ માહિતી નથી.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્વપન દાસગુપ્તને ઉમેદવાર બનાવ્યા

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્વપન દાસગુપ્તને ઉમેદવાર બનાવ્યા છે. સ્વપન દાસગુપ્તાને હુગલી જિલ્લાની તારકેશ્વર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચો:યશવંત સિન્હાને TMCમાં મળી મોટી જવાબદારી, કાર્યસમિતિમાં પણ શામેલ

સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું

TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ આ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા. બંધારણના નિયમોનો ઉલ્લેખ કરીને તેમણે દાસગુપ્તાની ઉમેદવારીને બરતરફ / ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી.

સ્વપન દાસગુપ્તાને હુગલી જિલ્લાની તારકેશ્વર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે

ભાજપ દ્વારા નામાંકિત થયા બાદ સ્વપન દાસગુપ્તાએ કહ્યું કે, તેમનો પક્ષ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 'સિન્ડિકેટ રાજ'નો અંત લાવવા માંગે છે. તેમણે લોકોને 'આર્થિક મદદ' કરવા તેમજ 'સોનાર બાંગ્લા' (સુવર્ણ બંગાળ) બનાવવામાં ભાજપની મદદ કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: કલકત્તામાં આજે વડાપ્રધાન મોદીની રેલી

Last Updated : Mar 16, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details