ગુજરાત

gujarat

ETV Bharat / bharat

National Youth Day: PM મોદી વિકસીત યુવા વિકસીત ભારત કાર્યક્રમનું હુબલીમાં ઉદ્ઘઘાટન કરશે - National Youth Day

દર વર્ષે તારીખ 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે દેશમાં રાષ્ટ્રીય યુથ દિવસની (National Youth Day) ઉજવણી કરવામાં આવે છે. ગુરુવારે સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતિ (swami vivekananda jayanti ) છે. આ વખતે કર્ણાટકમાં યુથ દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. રાષ્ટ્રીય યુવા દિવસ અથવા વિવેકાનંદ જયંતિની ઘણા વર્ષોથી આપણા દેસમાં ઉજવણી થાય છે. 1984 માં સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો.

National Youth Day: PM મોદી વિકસીત યુવા વિકસીત ભારત કાર્યક્રમનું હુબલીમાં ઉદ્ઘઘાટન કરશે
vNational Youth Day: PM મોદી વિકસીત યુવા વિકસીત ભારત કાર્યક્રમનું હુબલીમાં ઉદ્ઘઘાટન કરશે

By

Published : Jan 12, 2023, 6:37 AM IST

નવી દિલ્હીઃ વર્ષ 1985 થી દર વર્ષે ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર આ દિવસે જુદા જુદા રાજ્યમાં ખાસ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમા સ્વામિ વિવેકાનંદના સ્મરણોને યાદ કરવામાં આવે છે. યુવાનો એમાંથી ખૂબ પ્રેરણા લે છે. આ સંદર્ભે, 26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ ગુરુવાર, 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી કર્ણાટકના હુબલ્લી, ધારવાડના જોડિયા શહેરોમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય યુવા ઉત્સવ 2023નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 7,500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃસ્વામી વિવેકાનંદના ઓરડામાં આજે પણ થાય છે પોઝિટિવ ઉર્જાની અનુભૂતિ

યુવાનો માટે ખાસ કાર્યક્રમોઃ ભારતમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવ એ સ્પર્ધાત્મક સહિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે યુવાનોનો વાર્ષિક મેળાવડો છે. તે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તરફથી રાજ્ય સરકારોની મદદથી આયોજિત કરવામાં આવે છે. આ ઉત્સવ સાંસ્કૃતિક પાસાઓ અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને આવરી લેતા અન્ય કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બધા ઉપરાંત, આ ઉત્સવ યુવાનોને તેમની સાંસ્કૃતિક પ્રતિભા અને આકાંક્ષાઓની અભિવ્યક્તિ અને પરિપૂર્ણતા માટે દેશવ્યાપી એક્સપોઝર પૂરો પાડે છે. તેમને સર્વકાલીન મહાન વિચારકો અને ધાર્મિક નેતાઓમાંના એક ગણવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની વિચારધારાઓ ભારતના યુવાનો માટે પ્રેરક શક્તિ રહી છે અને દેશ અને સમાજને નવા અને ઉભરતા માર્ગ પર લઈ જવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

આ પણ વાંચોઃભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વિરમગામમાં બાઇક રેલી યોજાઈ

મોદી કરશે ઉદ્ઘાટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરી, 2023 ના રોજ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરવાના છે. આ ભારતનો 26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ હશે. પીએમ મોદી દ્વારા દક્ષિણી રાજ્યના હુબલી જિલ્લામાં ઉત્સવની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરની શાળાઓ અને કોલેજો નિબંધ, ચર્ચા અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓનું આયોજન કરે છે. જ્યારે યુનિવર્સિટીઓમાં ચિંતન પરિષદો અને સેમિનાર વગેરેનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃSwami Vivekananda Jayanti 2022 : પોતાને નબળા સમજવુ તે સૌથી મોટુ પાપ : સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ મિશનઃ સ્વામી વિવેકાનંદનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો. બાળપણનું નામ એમનું નરેન્દ્ર હતું. પિતા વિશ્વનાથ દત્ત એ સમયની હાઈકોર્ટના વકીલ હતા. જ્યારે માતા ભૂવનેશ્વરી દેવી ધાર્મિક અસ્થા વાળા હતા. જે સંસ્કાર તેમણે પોતાના પુત્રને આપ્યા હતા. રામકૃષ્ણથી પ્રેરીત થઈને 25 વર્ષની ઉંમરમાં સંસાર છોડીને તેઓ સંન્યાસી બની ગયા હતા. એ પછી એમને વિવેકાનંદ નામ અપાયું હતું. તારીખ 1 મે 1897ના રોજ કોલકાતામાં તેમણે રામકૃષ્ણ મિશન અને તારીખ 9 ડિસેમ્બર 1898ના રોજ ગંગા નદીના કિનારે બેલુરમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details