ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Swami Vivekananda Jayanti 2022 : પોતાને નબળા સમજવુ તે સૌથી મોટુ પાપ : સ્વામી વિવેકાનંદ - સ્વામી વિવેકાનંદનું સાચુ નામ નરેન્દ્ર નાથ દત્ત

દેશભરમાં આજે સ્વામી વિવેકાનંદની 159મા જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2022) ઉજવાઈ રહી છે. વિવેકાનંદ ભારતના મહાન ધર્મગુરૂઓ પૈકીના એક છે. સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના સંદેશ તેમજ પ્રવચનને દુનિયાના લાખો લોકોને પ્રભાવિત કરે છે. તેઓ વિદ્વતા અને પ્રેરણાના મોટા શ્રોત (Swami Vivekananda 159th Birth Anniversary) માનવામાં આવે છે.

Swami Vivekananda Jayanti 2022
Swami Vivekananda Jayanti 2022

By

Published : Jan 12, 2022, 7:34 AM IST

Updated : Jan 12, 2022, 10:07 AM IST

ન્યૂઝ ડેસ્ક : આજે એટલે કે 12 જાન્યુઆરીએસ્વામી વિવેકાનંદ જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2022) છે. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day 2022) તરીકે ઉજવાય છે. આ પ્રસંગે દેશભરમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન થશે. જ્યાં લોકો તેમને યાદ કરશે અને શ્રદ્ઘાંજલિ પાઠવશે. સ્વામી વિવેકાનંદ ભારતના મહાન ધર્મગુરૂઓ પૈકીના એક છે.

પ્રેરણાના મોટા પ્રણેતા તરીકે જાણીતા

સ્વામી વિવેકાનંદના જીવન, સંદેશ અને પ્રવચનોથી ફક્ત ભારત નહીં પરંતુ, સમગ્ર વિશ્વ પ્રભાવિત છે. તે વિદ્વાનતા અને પ્રેરણાના મોટા પ્રણેતા તરીકે જાણીતા છે. કહેવાય છે કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતુ. તે પોતાના ધાર્મિક જ્ઞાનથી કોઈના પણ દિલમાં સ્થાન મેળવવા માટે અને પોતાના તર્ક સાથેના વિચારોથી લોકોનો વિચારશક્તિ બદલવાની ક્ષમતા રાખતા હતા.

આ પણ વાંચો:સ્વામી વિવેકાનંદના ઓરડામાં આજે પણ થાય છે પોઝિટિવ ઉર્જાની અનુભૂતિ

12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ

સ્વામી વિવેકાનંદની જયંતિએ (Swami Vivekananda Birth Anniversary 2022) રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહસના શિષ્ય હતા. વિવેકાનંદના ઉપદેશોમાં કટલેયા એવા પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્રો દર્શાવેલા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂએ ટ્વીટ કરી તેમને શ્રદ્ઘાંજલિ પાઠવી છે.

સ્વામી વિવેકાનંદનો જીવન પરિચય
સ્વામી વિવેકાનંદનું સાચુ નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. 12 જાન્યુઆરી 1863માં કોલકાત્તાના એક સંપન્ન પરિવારમાં જન્મ થયો હતો. વિવેકાનંદના પિતા વિશ્વનાથ દત્ત વકીલ હતા. તેમના માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતુ. પિતાના આકસ્મિક મોત બાદ વિવેકાનંદનો પરિવાર વિખેરાઈ ગયો હતો. એવી સ્થિતિ સર્જાઈ કે તેમને નોકરી માટે ભટકવુ પડ્યુ. પરિસ્થિતિના કારણે તે નાસ્તિક બનતા ગયા અને ભગવાનની બદલે મહેનત અને માનવતામાં માનવા લાગ્યા. 4 જુલાઈ, 1902ના રોજ તેમનું મૃત્યુ થયુ.

વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, "હું મહાન સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું જીવન રાષ્ટ્રીય નવસર્જન માટે સમર્પિત હતું. તેમણે ઘણા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તરફ કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. આવો આપણે સાથે મળીને તેમણે રાષ્ટ્ર માટે જે સપનાઓ જોયા હતા તે પૂરા કરવા માટે કામ કરતા રહીએ."

આ પણ વાંચો:કેમ ભારતના ખેલાડીઓ અન્ય દેશની સરખામણીમાં પાછળ છે ?

વિવેકાનંદના વિચારો

  • ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
  • સૌથી મોટુ પાપ તે પોતાને નબળુ સમજવુ
  • તમને કોઈ ભણાવી નથી શકતુ, કોઈ આધ્યાત્મિક નથી બનાવી શકતુ, તમારે બધુ જ પોતે શીખવાનું છે કારણ કે આત્માથી સારૂ કોઈ શિક્ષક નથી
  • વિશ્વ એક વિશાળ વ્યાયામ શાળા છે, જ્યાં આપણે પોતાને મજબૂત બનાવવા આવીએ છે
  • કોઈ દિવસે, જો તમારી સામે કોઈ સમસ્યા ન આવે તો તમે ખોટા માર્ગે છો તે નક્કી છે
Last Updated : Jan 12, 2022, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details