ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉતરાખંડ: સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજને 'Y' કેટેગરીની સુરક્ષા - 'Y' કેટેગરીની સુરક્ષા

શ્રી પંચાયતી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજને રાજ્ય સરકારે Y-કેટેગરીની સુરક્ષા આપી છે.

ગિરી મહારાજને 'Y' કેટેગરીની સુરક્ષા
ગિરી મહારાજને 'Y' કેટેગરીની સુરક્ષા

By

Published : May 19, 2021, 11:22 AM IST

  • સ્વામી કૈલાશનંદ ગિરી મહારાજને Y-વર્ગ સુરક્ષા
  • હરિદ્વારની દક્ષિણમાં કાલી પીઠાધીશ્વર સાથે સંકળાયેલા હતા
  • Y-કેટેગરીની સુરક્ષામાં 11 સુરક્ષાકર્મીઓ હોય

હરિદ્વાર:શ્રી પંચાયતી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અને શ્રી દક્ષિણા કાલી મંદિરપીઠના પીતાધીશ્વર સ્વામી કૈલાશનંદ ગિરી મહારાજને Y-વર્ગ સુરક્ષા આપવામાં આવી છે. આચાર્યના ખાનગી સચિવ પંડિત અંકુર શુક્લાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે રાજ્ય સરકારે આચાર્ય મહામંડલેશ્વર કૈલાશનંદ ગિરી મહારાજની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે તેમને Y-કેટેગરીની સુરક્ષા આપી છે.

આ પણ વાંચો: અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

Y-કેટેગરીની સુરક્ષા આપી

કુંભ મેળામાં 2021માં જ કૈલાશાનંદ ગિરી મહારાજને શ્રી પંચાયતી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. તે પછી રાજ્ય સરકારે હવે તેમને Y-કેટેગરીની સુરક્ષા આપી છે. અગાઉ કૈલાશનંદ ગિરી અગ્નિ અખાડા અને હરિદ્વારની દક્ષિણમાં કાલી પીઠાધીશ્વર સાથે સંકળાયેલા હતા.

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહનસિંહએ ભલામણ કર્યા બાદ SPG સુરક્ષા હટાવાઈ

શું છે Y-કેટેગરીની સુરક્ષા

Y-કેટેગરીની સુરક્ષામાં 11 સુરક્ષાકર્મીઓ હોય છે. તેમાં બે ખાનગી સુરક્ષા અધિકારીઓ (PSO) હોય છે. Y-કેટેગરીની સિક્યુરિટીમાં કોઈ કમાન્ડો નથી. Y-કેટેગરીની સુરક્ષા ફક્ત રાજ્ય પોલીસના જવાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details