- તિહાર જેલમાંથી મળી આવ્યો શંકાસ્પદ મોબાઈલ
- સ્પેશિયલ સેલ કરશે મામલાની વધુ તપાસ
- જૈશ-ઉલ-હિંદે લીધી હતી ઘટનાની જવાબદારી
નવી દિલ્હી:મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી મળી હોવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલના ઇનપુટ પર તિહાર જેલની અંદરથી એક શંકાસ્પદ મોબાઈલ મળી આવ્યો છે. આ એ જ મોબાઇલ છે જેનો ઉપયોગ કરીને ટેલિગ્રામ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જ્યાંથી મોબાઈલ મળી આવ્યો છે ત્યાં પહેલાથી સજા ભોગવી રહેલા કેદીઓ રહે છે. સ્પેશિયલ સેલ આખા મામલાની વધુ તપાસ કરી રહી છે.
સ્પેશિયલ સેલ કરી રહ્યુ છે વધુ તપાસ
મળતી માહિતી મુજબ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જૈશ-ઉલ-હિંદ જૂથે આ વિસ્ફોટક વસ્તુને કારમાં રાખવાની જવાબદારી લીધી હતી. આ સમગ્ર મામલાની તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. તેની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, વિસ્ફોટકો રાખવાની જવાબદારી લેનાર જૂથ બનાવવાનું કામ તિહાડ જેલમાં તે જ મોબાઇલ નંબરથી કરવામાં આવ્યું હતું. આ પછી, તેમણે આખા કેસની માહિતી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપી હતી, જેથી તે આ વિશે વધુ તપાસ કરી શકે. આ સમગ્ર ષડયંત્ર પાછળ કોણ કોણ સામેલ છે તેની શોધખોળ સ્પેશિયલ સેલ કરી રહ્યુ છે.