ભટિંડા-પંજાબઃ ભટિંડા ગામે કોઠા ગુરુ કાના ખેતરમાં પાકિસ્તાનની હિલચાલ (Pakistan movement on Bathinda village) જોવા મળી છે. જ્યાં એક બેનરને બલૂન સાથે બાંધીને બહાર છોડવામાં આવ્યું હતું. આ અંગે માહિતી મળતા જ દયાલપુરા પોલીસ સ્ટેશનની (Dayalpura Police Station) ટીમઘટનાસ્થળે પહોંચી હતી. આ બેનરનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની એક રેલી યોજાઈ હતી. આ બેનર ઉક્ત રેલી સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ અંગે SHO હરનેક સિંહે જણાવ્યું છે કે, આ મામલો ગંભીર નથી કારણ કે આ બેનર ઈમરાન ખાનની પાર્ટીનું છે. રેલી દરમિયાન ઈમરાન ખાનના ચાહકોએ આ બેનરોને ફુગ્ગા સાથે બાંધીને છોડી દીધા હશે.
ઈન્ડો પાક. બોર્ડર પર શંકાસ્પદ બેનર દેખાતા સુરક્ષા ટુકડી દોડી, મામલાની તપાસ શરૂ - Promotion of Imran Khans party
છેલ્લા ઘણા સમયથી પંજાબમાં પાકિસ્તાન તરફી હિલચાલમાં વધારો થતો જોવા મળે છે. ક્યારેક પાકિસ્તાનના ડ્રોન જોવા મળે છે તો ક્યારેક એવું લાગે છે કે કોઈ ઘુસણખોરી કરવાની ફિરાકમાં હોય. આ અંગે પંજાબ પોલીસ (Dayalpura Police Station) અને સુરક્ષા એજન્સીઓએ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાનું ચાલી કરી દીધું છે. પણ પંજાબના ભટિંડા ગામેથી (Pakistan movement on Bathinda village) એક અસાધારણ કહી શકાય એવા વાવડ સામે આવ્યા છે.
Etv Bharatઈન્ડો પાક. બોર્ડર પર શંકાસ્પદ બેનર દેખાતા સુરક્ષા ટુકડી દોડી, મામલાની તપાસ શરૂ
અહીં સુધી કેમ પહોંચ્યાઃઅહીં સુધી પહોંચવા પાછળનું કારણ આપતા અધિકારીએ કહ્યું હતું કે, પવનની દિશા સાથે બલૂન ભારત તરફ આવ્યો અને ઝાકળને કારણે તે કોઠા ગુરુકા ગામના ખેતરમાં પડી ગયો. આ ઘટના એટલા માટે બની કારણ કે પવનની દિશા ભારત તરફ હતી. બેનર પર ભારત વિરોધી કંઈપણ લખવામાં આવ્યું નથી. બેનર પર ઈમરાન ખાનની પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો છે. બેનરનો કબજો મેળવી આગળનીકાર્યવાહી શરૂ કરી છે.