ગુજરાત

gujarat

By

Published : Oct 13, 2021, 9:47 AM IST

Updated : Oct 13, 2021, 11:04 AM IST

ETV Bharat / bharat

શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અંતિમ સંસ્કારમાં ભેગા થયેલા લોકો પર ગોળીબાર કર્યો, પાંચના મોત

સુરક્ષા દળોએ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન બે ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા અને લોકો તેમના અંતિમ સંસ્કાર માટે ભેગા થયા હતા. આ દરમિયાન શંકાસ્પદ કૂકી ઉગ્રવાદીઓએ ભીડ પર ગોળીબાર કર્યો હતો.

શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અંતિમ સંસ્કારમાં ભેગા થયેલા લોકો પર ગોળીબાર કર્યો, પાંચના મૌત
શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અંતિમ સંસ્કારમાં ભેગા થયેલા લોકો પર ગોળીબાર કર્યો, પાંચના મૌત

  • ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કારમાં ગોળીબાર
  • માર્યા ગયેલા ઉગ્રવાદીઓ કૂકી જૂથના હતા
  • એક આઠ વર્ષનો છોકરોને પણ ગોળી વાગી

ડેસ્ક ન્યુઝ : મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શંકાસ્પદ કૂકી ઉગ્રવાદીઓના હુમલામાં પાંચ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે કાંગપોકપી જિલ્લાના બી ગામનોમ ગામમાં બે ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કાર માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન શંકાસ્પદ કૂકી ઉગ્રવાદીઓએ ભીડ પર ગોળીબાર કર્યો હતો.

સુત્રો અનુસાર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન બે ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા અને લોકો તેમના અંતિમ સંસ્કાર માટે ભેગા થયા હતા. આઈજી લુન્સેહ કિપજેને જણાવ્યું હતું કે ફાયરિંગમાં પાંચ લોકો માર્યા ગયા હતા. જેમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. બાકી બેની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચોઃનક્સલીઓએ બિછાવેલી મોતની સુરંગને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરી

મુખ્યપ્રધાન એન. બિરેનસિંહે આતંકવાદી કૃત્ય ગણાવ્યું

શંકાસ્પદ ઉગ્રવાદીઓએ લોકોના જૂથ પર ગોળીબાર કર્યો ત્યારે એક આઠ વર્ષનો છોકરો પણ માર્યો ગયો હતો અને અન્ય બે ગ્રામજનો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પ્રતિબંધિત કૂકી નેશનલ લિબરેશન આર્મી (કેએનએલએ)ના ચાર ઉગ્રવાદીઓને ઠાર માર્યાના બે દિવસ બાદ આ ઘટના બની હતી. મુખ્યપ્રધાન એન. બિરેનસિંહે આ ઘટનાની નિંદા કરી હતી અને તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું.

આ પણ વાંચોઃશ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

સુરક્ષા દળ ખડેપગે

આ ઉપરાંત 10 ઓક્ટોબરના રોજ મણિપુરના હિંગોરાનીમાં આસામ રાઈફલ્સ અને ભારતીય સેનાની 3 કોર્પ્સે સંયુક્ત ઓપરેશન દરમિયાન ચાર ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા ઉગ્રવાદીઓ કૂકી જૂથના હતા. ત્યારથી આ વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

Last Updated : Oct 13, 2021, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details