કેરળ : કેરળમાં મંકીપોક્સ રોગનો એક શંકાસ્પદ કેસ નોંધાયો(A suspected case of monkey pox disease in Kerala) છે. યુએઈથી પરત આવેલા વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો સામે આવ્યા(UAE returnee under observation) છે. સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જનું કહેવું છે કે, ટેસ્ટના પરિણામો આવ્યા બાદ જ રોગની પુષ્ટિ થઈ શકશે. સેમ્પલ પુણેની વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યા છે. પરીક્ષણનું પરિણામ સાંજ સુધીમાં આવવાની અપેક્ષા છે. જે વ્યક્તિમાં રોગના લક્ષણો દેખાઈ રહ્યા છે તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેઓ મુખ્યત્વે તેમના સંપર્કમાં હતા તેઓ પણ હાલમાં દેખરેખ હેઠળ છે. પ્રાથમિક સંપર્કોમાં આ રોગ ફેલાવાની સંભાવના છે પરંતુ ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો - મંકીપોક્સ શું છે, જે યુરોપ અને અમેરિકામાં ફેલાઈ રહ્યો છે