બેંગલુરુ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાયબર સેલે(Cyber Cell Crime Branch Mumbai) મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી(Threatening to Kill Aditya Thackeray) આપવા બદલ બેંગલુરુમાંથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ સુશાંત સિંહ રાજપૂતના મોત માટે આદિત્ય ઠાકરેને જવાબદાર(Thackeray Accused of Killing Sushant) ઠેરવતો મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આદિત્ય ઠાકરેને ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરેને ધમકી આપનાર આરોપીનું નામ જયસિંહ રાજપૂત છે. તેમણે 8 ડિસેમ્બરે પ્રધાનને ફોન કર્યો હતો. ફોન ન આવતાં તેણે મોબાઈલમાંથી ધમકીભર્યા મેસેજ(Threatening Message to Aditya Thackeray) કર્યા હતા. મોકલવામાં આવેલા મેસેજમાં આરોપીએ લખ્યું કે, તમે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરી છે, આગળનો નંબર તમારો હશે. આ અંગે ઠાકરેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.
'હું તને મારી નાખીશ'