ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનના પાલી પાસે સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 12 કોચ ખર્યા - Suryanagari Express have derailed near Pali

રાજસ્થાનના પાલી નજીક સોમવારે વહેલી સવારે બાંદ્રા-જોધપુર (Suryanagari Express derailed )સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક મુસાફરે જણાવ્યું કે, ઓછામાં ઓછા 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ મુસાફરો અને તેમના પરિવારના સભ્યો માટે (helpline numbers for passengers and family )હેલ્પલાઇન નંબરો શરુ કર્યા છે.

રાજસ્થાનના પાલી નજીક સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, કોઈ જાનહાનિ નથી
રાજસ્થાનના પાલી નજીક સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, કોઈ જાનહાનિ નથી

By

Published : Jan 2, 2023, 8:10 AM IST

પાલી(રાજસ્થાન):બાંદ્રાથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસ સોમવારે સવારે પાલી સ્ટેશન પહોંચતા (Suryanagari Express derailed )પહેલા પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનના 9 ડબ્બા પલટી ગયા અને 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રેલ્વે પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.

રાહત ટ્રેન:નોર્થ વેસ્ટર્ન રેલવેના સીપીઆર અનુસાર, દુર્ઘટનાની જાણકારી મળતા જ જોધપુરથી એક રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં જોધપુર ડિવિઝનના રાજકીવાસ-બોમાદરા રેલવે સેક્શનની મધ્યમાં આજે સવારે 03.27 વાગ્યે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ નંબર 12480ના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

આ પણ વાંચો:ટાર્ગેટ કિલિંગઃ કાશ્મીરમાં આતંકવાદી હુમલો, 4 ગ્રામીણોનાં મોત

પરિસ્થિતિ પર નજર:ઘટનાની માહિતી મળતાં જ રેલવે દ્વારા જોધપુરથી એક અકસ્માત રાહત ટ્રેન રવાના કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી રહ્યા છે. વિજય શર્મા, જનરલ મેનેજર-ઉત્તર પશ્ચિમ રેલવે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હેડક્વાર્ટર, જયપુર ખાતેના કંટ્રોલ રૂમમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઘટનામાં 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તે જ સમયે, કોઈ ગંભીર રીતે ઘાયલ થયાની કોઈ માહિતી નથી.

મુસાફરોને ઈજા:ઉત્તર પશ્ચિમ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેણે જણાવ્યું કે કેટલાક મુસાફરોને ઈજા થઈ છે. હાલ જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આ ટ્રેન આવ્યા બાદ વાસ્તવિક સ્થિતિ સામે આવશે. તેમણે જણાવ્યું કે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડીએઆરએમ-એડીઆરએમ રાહત વાહન સાથે વિભાગીય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કંટ્રોલરૂમથી તેના પર નજર રાખવામાં આવી રહી છે.

હેલ્પલાઈન નંબર જારી- રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. જોધપુર(helpline numbers for passengers and family ) હેલ્પલાઇન નંબરો- 02912654979, 02912654993, 02912624125, 02912431646. પાલી- 02932250324. આ સિવાય તમે 138 અને 102 પર પણ ઘટના વિશે માહિતી મેળવી શકો છો.

ABOUT THE AUTHOR

...view details