- અમેરિકાથી પરત ફર્યાં બાદ સેન્ટ્રલ વિસ્ટા કંસ્ટ્રક્શન સાઈટ પર પહોંચ્યા PM મોદી
- પીએમ મોદી રાતના 8:45 વાગે નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે અચાનક પહોંચ્યા હતા
- આ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનો ભૂમિ પૂજન સમારોહ યોજાયો હતો
સરપ્રાઇઝ ચેકીંગ : પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણ માટે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની (Central Vista Project) સમીક્ષા કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી કોઈપણ પૂર્વ સુચના અને સુરક્ષા વગર લગભગ 8:45 વાગ્યે બાંધકામ સ્થળ પર પહોંચ્યા હતા. માહિતી અનુસાર, તેમણે બાંધકામ સ્થળે લગભગ 1 કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને નવા સંસદ ભવનના નિર્માણ કાર્યોનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેઓ સાઇટ પર કામદારો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી, સેન્ટ્રલ વિસ્ટાને સુંદર બનાવવામાં આવી રહ્યું છે અને નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
સરપ્રાઇઝ ચેકીંગ : પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર પહોંચ્યા છે. જ્યા તેમણે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 8:45 વાગે નિર્માણ સ્થળ પર હતા. તેમણે સાઈટ પર આશરે એક કલાક પસાર કર્યો હતો અને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ અગાઉ તેઓ અમેરિકાથી આવ્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી. અને ત્યારબાદ તેઓ સીધા જ સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત અંગે કોઈને જાણ કરી ન હતી. તેમણે બાંધકામ સાઈટ પર પહેરવામાં આવતું હેલમેટ પણ માથા પર પહેર્યું હતું. રાજધાની દિલ્હીમાં તૈયાર થઈ રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદનું નિર્માણ થઈ રહ્યું છે.
સરપ્રાઇઝ ચેકીંગ : પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આજે કરશે આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શરૂઆત
કેવુ હશે નવુ સંસદ ભવન
નવા સંસદ ભવનનું નિર્માણ આગામી વર્ષ સુધીમાં થઈ જશે. આ માટે મોટા પ્રમાણમાં દિવસ-રાત કામગીરી થઈ રહી છે અને મોટી સંખ્યામાં કામદારો કામગીરી કરી રહ્યા છે. નવા સંસદ ભવન જૂના સંસદ ભવનથી 17 હજાર વર્ગમીટર મોટું હશે. તેને રૂપિયા 971 કરોડ રૂપિયાના ખર્ચથી આશરે 64500 વર્ગમીટર ક્ષેત્રમાં તૈયાર કરવામાં આવશે. આ નિર્માણ કામગીરી ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. તેની ડિઝાઈન એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા ખંડો ઉપરાંત ભવ્ય બંધારણ ખંડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમા ભારતના લોકશાહી વારસા માટે અન્ય વસ્તુઓ સાથે બંધારણની મૂળ કૃતિ, ડિઝીટલ ડિસ્પ્લે વગેરે હશે. બંધારણ ખંડમાં મહેમાનોને જવા માટે પરવાનગી હશે અને તેઓ ભારતના સંસદીય લોકતંત્ર અંગે જાણકારી મેળવી શકશે.
સરપ્રાઇઝ ચેકીંગ : પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ સંરક્ષણ કાર્યાલય સંકુલનું બાંધકામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હીસ્સો
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલના ઉદઘાટન સમયે આ ટિપ્પણી કરી હતી. સંરક્ષણ કચેરી સંકુલનું બાંધકામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. કેમ્પસનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાને કેમ્પસનું નિરીક્ષણ કર્યું હતું અને સેન્ટ્રલ વિસ્ટા વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. તેમણે કહ્યું હતું કે નવનિર્મિત સંરક્ષણ કચેરી સંકુલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. પ્રોજેક્ટના નિંદકો પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું, “જેઓ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ લાકડી લઈને પડ્યા હતા. તેઓ ચાલાકીપુર્વક આના પર મૌન રહ્યા હતા. આ (સંરક્ષણ કચેરી સંકુલ) પણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે, જ્યાં 7,000 થી વધુ સૈન્ય અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરે છે.”
સરપ્રાઇઝ ચેકીંગ : પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ આ પણ વાંચો : ભારત બંધ : જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો છે આમને-સામને
વડાપ્રધાન મોદીએ ટીકાકારોને આપ્યો વળતો જવાબ
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટીકા કરનારાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે આવા લોકો સંરક્ષણ કાર્યાલય સંકુલના મુદ્દા પર મૌન હતા કારણ કે તેઓ જાણતા હતા કે તેનાથી “ભ્રમ અને જુઠ્ઠાણા” ફેલાવવાના તેમના પ્રયાસોની પોલ ખુલી જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટાથી જોડાયેલું જે કામ આજે થઈ રહ્યું છે તેના મુળમાં “જીવવાની સરળતા” અને “વ્યવસાયમાં સરળતા” ની ભાવના રહેલી છે. કોંગ્રેસ સહિત અન્ય કેટલાક વિરોધ પક્ષોએ આ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને બિનજરૂરી ગણાવ્યા હતા. આ અંગે વડાપ્રધાને કહ્યું, તેઓ (નિંદકો) જાણતા હતા કે જે ભ્રમ ફેલાવવાનો ઈરાદો છે. જુઠ્ઠાણું ફેલાવવાનો ઈરાદો છે. જેવી આ બાબત સામે આવશે, ત્યારબાદ તેમનુ જુઠ્ઠાણું કામ નહીં કરે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે સેન્ટ્રલ વિસ્ટા પાછળ સરકાર શું કરી રહી છે.