ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Project Cheetah: સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રોજેક્ટ ચિતાનું ચિત્ર સારૂ નથી, આઠ ચિતાના મોત પર ચિંતા

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ, જે.બી. પારડીવાલા અને પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે ચિતાના મૃત્યું પર એક ચિંતા વ્યક્ત કરી છે. આ વિષય પર સરકારને કહ્યું હતું કે, આને કોઈ રીતે પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવો. એક વ્યવસ્થિત એફિડેવિટ દાખલ કરો. જેમાં કારણ અંગે સ્પષ્ટતા કરો અને આ મૃત્યુને કેમ અટકાવી શકાય એનો ઉપાય દર્શાવો.

Project Cheetah: સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રોજેક્ટ ચિતાનું ચિત્ર સારૂ નથી, આઠ ચિતાના મોત પર ચિંતા
Project Cheetah: સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રોજેક્ટ ચિતાનું ચિત્ર સારૂ નથી, આઠ ચિતાના મોત પર ચિંતા

By

Published : Jul 21, 2023, 8:31 AM IST

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, એક વર્ષથી પણ ઓછા સમયમાં દક્ષિણ આફ્રિકા અને નામીબિયાથી મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ટ્રાંસફર કરવામાં આવેલા ચિતાઓના મોત પર ચિંતા વ્યક્ત કરી છે, ચિતાને લઈને શરૂ કરાયેલા પ્રોજેક્ટનું પરિણામ સારૂ નથી આવ્યું. કેન્દ્ર સરકાર આ અંગે તપાસ કરે અને ઉપાયની અમલવારી કરે. આ ઉપરાંત એવું પણ સજેશન કર્યું હતું કે, શું જુદા જુદા અભ્યારણમાં ચિતાને ટ્રાંસફર કરવા એ શક્ય છે ખરા? સરકારે આને કોઈ પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવાની જરૂર નથી. એક એફિડેવિટ દાખલ કરો અને એમાં સ્પષ્ટતા કરો કે, આ પાથળનું કારણ શું છે.

આઠ ચિતાના મોતઃ બેન્ચે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને પૂછ્યું કે શું મામલો છે, શું વાતાવરણ તેમના માટે અનુકૂળ નથી કે બીજું કંઈક. ખંડપીઠે જણાવ્યું હતું કે 20 ચિત્તામાંથી આઠ મૃત્યુ નોંધાયા છે અને ગયા અઠવાડિયે બે મૃત્યુ નોંધાયા હતા. ખંડપીઠે કહ્યું કે, તેમને એક જગ્યાએ રાખવાને બદલે, તમે તેમના માટે એક અથવા વધુ આવાસ કેમ બનાવી શકતા નથી. પછી ભલે તે કોઈપણ રાજ્ય અથવા કોઈપણ સરકાર હોય. ભાટીએ દલીલ કરી હતી કે, ઉચ્ચ સ્તરે સત્તાવાળાઓએ આ મૃત્યુની નોંધ લીધી છે અને કહ્યું છે કે "દેશ માટે આ એક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ છે."

સમસ્યા આ હતીઃ બેન્ચે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે, પરિસ્થિતિ તેમના માટે અનુકૂળ ન હતી અને તેઓ શ્વસન સંબંધી સમસ્યાઓથી પીડાતા હોવાનું અને ધ્યાન દોર્યું હતું કે, એક ચિત્તામાં કિડનીની બીમારી મળી આવી હતી. બેન્ચે ભાટીને પૂછ્યું કે, તમે તેમને અલગ-અલગ અભયારણ્યોમાં શિફ્ટ કરવાની શક્યતા કેમ નથી તપાસતા? બેન્ચે કહ્યું કે, સરકારે કેટલાક સકારાત્મક પગલાં લેવા જોઈએ. ભાટીએ જણાવ્યું હતું કે, મૃત્યુમાં ઘણા પરિબળો ફાળો આપે છે અને અન્ય રાજ્યોમાં વ્યવસ્થામાં સમસ્યાઓ હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખસેડવામાં આવ્યા બાદ રાજસ્થાનમાં છ વાઘ મૃત્યુ પામ્યા હતા. વન્યજીવન નિષ્ણાત એમકે રણજીતસિંહની આગેવાની હેઠળની સમિતિનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોના પત્રો બતાવ્યા.

સુપ્રીમમાં કેસઃ જેઓ ચિત્તાઓ પરની સરકારની સમિતિનો ભાગ હતા, જેમાં તેઓએ સૂચનો કર્યા હતા જેને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. ભાટીએ જણાવ્યું હતું કે, સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે.કોર્ટને મદદ કરી રહેલી રણજીતસિંહની આગેવાની હેઠળની સમિતિએ ગયા અઠવાડિયે બે ચિતાઓના મૃત્યુ બાદ તાત્કાલિક સુનાવણી માટે કોર્ટમાં અરજી કરી હતી. સમિતિએ નોંધ્યું હતું કે સરકાર દ્વારા નિયુક્ત ટાસ્ક ફોર્સમાં ચિત્તા નિષ્ણાતો નથી. દલીલો સાંભળ્યા બાદ સર્વોચ્ચ અદાલતે આ મામલાની વધુ સુનાવણી 1 ઓગસ્ટના રોજ સુનિશ્ચિત કરી છે. મે મહિનામાં, સર્વોચ્ચ અદાલતે ચિત્તાના મૃત્યુને ચિંતાનું કારણ ગણાવ્યું હતું અને કેન્દ્ર સરકારને શમન માટે પગલાં સૂચવવા માટે જુલાઈ સુધીનો સમય આપ્યો હતો.

  1. PMની MPને ભેટ : સ્પેશિયલ પ્લેનમાં આવી રહ્યા છે ચિત્તા, જૂઓ અદભુત નજારો
  2. MP: 6 ચિત્તાના મોત બાદ કુનો નેશનલ પાર્ક પહોંચ્યા કેન્દ્રીય વન પ્રધાન, કહ્યું- કોઈ સ્થળાંતર નહીં થાય, અહીં ચિત્તા પ્રોજેક્ટ વિકસાવાશે

ABOUT THE AUTHOR

...view details