નવી દિલ્હી :અદાણી-હિન્ડરબર્ગ કેસ પર સુપ્રીમ કોર્ટનો બહુપ્રતિક્ષિત ચુકાદો જાહેર થઈ ગયો છે. આ બાબતે તપાસની માંગ કરતી અનેક અરજીઓ દાખલ થયાના મહિનાઓ પછી સુપ્રીમ કોર્ટ આજે 3 જાન્યુઆરીના રોજ સુનાવણી કરવાની હતી. ત્યારે હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બર માસમાં આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો :સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલામાં SEBI ની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, SEBI આ મામલે સક્ષમ એજન્સી છે અને તેની તપાસ ચાલુ રહેશે. અરજીકર્તાઓએ SEBI ને તપાસમાંથી હટાવવાની માંગ કરી હતી. હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર તેમની કંપનીના શેરના ભાવમાં વધારો કરવાનો આરોપ લગાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની સેબીને સૂચના : ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચુડે દલીલો પૂરી થયા બાદ 24 નવેમ્બરે નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રેગ્યુલેટરી ગવર્નન્સના (SEBI) કાર્ય ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો જોઈએ. હિન્ડનબર્ગના રિપોર્ટ અથવા તેના જેવું કોઈપણ લખાણ અલગ તપાસનો આધાર બની શકતું નથી. સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને (SEBI) કાયદા મુજબ આગળ વધવા અને તેની તપાસ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
શું હતો મામલો ? વર્ષ 2023 ના જાન્યુઆરી માસમાં અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગના એક રિસર્ચ દ્વારા પ્રકાશિત અદાણી ગ્રૂપની કંપનીઓ સામે એકાઉન્ટિંગ ફ્રોડ અને શેરમાં મેનીપ્યુલેશનના આરોપ અંગે તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.
SIT તપાસનો આદેશ ?સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને SEBI ને નિયામક માળખાને મજબૂત કરવા નિષ્ણાત સમિતિની ભલામણ પર વિચાર કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં SIT તપાસનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે SEBI ને અદાણી-હિંડનબર્ગ મામલે પેન્ડિંગ કેસની તપાસ 3 મહિનામાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
અદાણી ગ્રુપ-હિંડનબર્ગ કેસ :વર્ષ 2023 ના જાન્યુઆરી માસમાં પ્રકાશિત હિંડનબર્ગ રિપોર્ટમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના ગ્રુપ દ્વારા 'શેમલેસ એકાઉન્ટિંગ ફ્રોડ' અને 'સ્ટોક મેનીપ્યુલેશન' નો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ ગ્રુપે અહેવાલને 'અશોધિત' અને 'દુર્ભાવનાપૂર્ણ રીતે તોફાની' ગણાવીને ફગાવી દીધો હતો. પરંતુ તેના કારણે અદાણી ગ્રુપના શેરમાં મોટા પાયે ઘટાડો થયો હતો. જેના કારણે અદાણીને થોડા જ દિવસોમાં 140 બિલિયન ડોલરનું નુકસાન થયું અને રૂ. 20,000 કરોડના શેર વેચાણ રદ કરવા માટે મજબૂર થયા હતા.
- Ahmedabad Protest: અદાણીના ટેક્સ બાબતે કોર્પોરેશનના બજેટ સત્રમાં ભારે હંગામો
- Adani Group Faces Allegations : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અદાણી કૌભાંડને સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યું