નવી દિલ્હીઃ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 28 સપ્ટેમ્બર સુધી કર્ણાટકને 5,000 ક્યુસેક પાણી આપવાનો આદેશ કર્યો હતો. તમિલનાડુ સરકાર આ આદેશ વિરૂદ્ધ સુપ્રીમમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં CWMAના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની અરજી ફગાવી દીધી છે CWMAનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો છે.
CWMA એક સક્ષમ સંસ્થાઃ સુપ્રીમના ન્યાયાધિશ ગવાઈએ જણાવ્યું કે CWMA એક સક્ષમ સંસ્થા છે. આ સંસ્થાને જે તે પરિસ્થિતિમાં કેવો નિર્ણય લેવો તે વધુ ખબર પડે છે. CWMAના નિર્ણયમાં સુપ્રીમનો હસ્તક્ષેપ યોગ્ય નથી. બેન્ચે ન્યાયાધિશ પી. એસ. નરસિંહા અને પ્રશાંત કુમાર મિશ્રાને દર પંદર દિવસ CWMA દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણનો આદેશ આપ્યો છે. તેમજ જે તે પરિસ્થિતિ માટે યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે. તમિલનાડુએ 5,000 ક્યુસેક પાણીના બદલામાં 7,200 ક્યુસેક પાણી કર્ણાટક પાસેથી માંગતી અરજી કરી હતી. જેને એપેક્ષ કોર્ટે ફગાવી દીધી હતી. એપેક્ષ કોર્ટે કર્ણાટક દ્વારા તમિલનાડુને 5,000 ક્યુસેક પાણી આપવાના નિર્ણય વિરૂદ્ધમાં કરાયેલી અરજીને પણ ફગાવી દેવામાં આવી હતી.
CWMAનો નિર્ણય યોગ્યઃ સુનાવણી દરમિયાન સુપ્રીમે પાણીની ઓછી આવક, નબળું ચોમાસુ અને તેના જેવા બીજા અનેક આયામોને ધ્યાને રાખીને CWMAના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તમિલનાડુ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે વર્તમાન પરિસ્થિતિમાં કર્ણાટકે તમિલનાડુને 7,200 ક્યુસેક પાણી આપવું જોઈએ, પરંતુ કર્ણાટક તમિલનાડુને રોજ 5,000 કયુસેક પાણી પુરૂ પાડે છે. રોહતગી એ CWMA દ્વારા કાવેરી વોટર રેગ્યુલેટરી કમિટિ (CWRC)ના નિર્ણય પર વિચાર્યા વિના મંજૂરી આપી છે. તેમણે તમિલનાડુમાં 5 લાખ એકરમાં ઊભેલા પાકની ચિંતા પણ વ્યક્ત કરી હતી.