ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SC Hearing On PM Security Breach : SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં 'સુપ્રીમ' કમિટી બનાવાશે - organization called Lawyers Voice

વડાપ્રધાનના 'સિક્યોરિટી લેપ્સ' કેસમાં (PM's 'security lapse' case) આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવશે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય બન્નેને આ મામલાની તપાસ આગળ વધારવા પર રોક લગાવી છે.

Supreme Court to hear PM security breach matter on today
Supreme Court to hear PM security breach matter on today

By

Published : Jan 10, 2022, 12:32 PM IST

Updated : Jan 10, 2022, 12:46 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાનના 'સિક્યોરિટી લેપ્સ' કેસમાં (PM's 'security lapse' case) સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે સુનાવણી થઈ રહી છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્નાની અધ્યક્ષતાવાળી બેંચ લોયર્સ વોઈસ નામની સંસ્થા (organization called Lawyers Voice) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે.

ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા સુપ્રીમ કોર્ટ સંમત

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (SC Hearing On PM Security Breach) સુરક્ષામાં ખામીઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા સુપ્રીમ કોર્ટ સંમત છે. ફિરોઝપુરમાં વિરોધીઓ દ્વારા નાકાબંધીને કારણે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો, ત્યારબાદ તેઓ રેલી સહિત આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપ્યા વિના પંજાબથી પાછા ફર્યા હતા.

લોયર્સ વોઈસ નામની સંસ્થા દ્વારા દાખલ અરજીની સુનાવણી

મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્ના અને ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને હિમા કોહલીની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ લોયર્સ વોઈસ નામની સંસ્થા (organization called Lawyers Voice) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી (supreme court to hear pm security breach) કરી રહી હતી. સર્વોચ્ચ અદાલતે શુક્રવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને વડાપ્રધાનની પંજાબની મુલાકાત માટે કરવામાં આવેલી ગોઠવણને લગતા રેકોર્ડને "સુરક્ષિત અને સાચવવા" નિર્દેશ આપ્યો હતો, જ્યારે "મોટા પ્રમાણમાં સુરક્ષા ભંગ" થયો હતો.

આ પણ વાંચો: SC Hear On PM Security Breach : વડાપ્રધાનની સુરક્ષા અંગેની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

આ પણ વાંચો: શાં માટે કાશી વિશ્વનાથ મંદિરના કર્મચારીઓ માટે વડાપ્રધાને મોકલ્યા સ્પેશિયલ શૂઝ, જાણો કારણ

Last Updated : Jan 10, 2022, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details