નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શન કેસ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે તેમને સખત ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે તમે બિનશરતી માફી માંગવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યસભામાં કથિત રીતે ગતિરોધ સર્જવા બદલ તમારે અધ્યક્ષની માફી માંગવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે રાઘવ ચઢ્ઢાને કહ્યું- જાઓ અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષની માફી માગો - SUPREME COURT SAYS TO AAP MP RAGHAV CHADDHA
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાને સસ્પેન્ડ કરવાના મામલામાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તમે બિનશરતી માફીની વાત કરી હતી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પાસે જાઓ અને મળો. (Raghav Chadha to meet Jagdeep Dhankhar, RS MP Raghav Chadha)
![સુપ્રીમ કોર્ટે રાઘવ ચઢ્ઢાને કહ્યું- જાઓ અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષની માફી માગો SUPREME COURT SAYS TO AAP MP RAGHAV CHADDHA GO AND APPOLOGIZE TO VICE PRESIDENT JAGDEEP DHANKAR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2023/1200-675-19932221-thumbnail-16x9-jpg.jpg)
SUPREME COURT SAYS TO AAP MP RAGHAV CHADDHA GO AND APPOLOGIZE TO VICE PRESIDENT JAGDEEP DHANKAR
Published : Nov 3, 2023, 3:16 PM IST
રાઘવ ચઢ્ઢાના વકીલે આપ્યું નિવેદન:રાઘવ ચઢ્ઢાના વકીલ શાદાન ફરાસતે કોર્ટમાં નિવેદન આપતાં કહ્યું કે મારા અસીલ રાઘવ ચડ્ડા રાજ્યસભામાં સૌથી નાના છે. તેને માફી માંગવામાં કોઈ સંકોચ નથી. તે અગાઉ પણ માફી માંગવા તૈયાર હતા. તે જ સમયે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે રાઘવ ચઢ્ઢાએ આ કામ જલદીથી કરવું જોઈએ. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ તેમની સહાનુભૂતિ પર વિચાર કરી શકે છે.
update....