- યૌન ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટનો (Supreme Court) મોટો ચુકાદો
- બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) છોડી મૂકેલા યૌન ઉત્પીડન કેસના આરોપીને સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફટકારી 3 વર્ષની સજા
- સુપ્રીમ કોર્ટે કહ્યું- યૌન ઉત્પીડન મામલામાં (Sexual harassment case) સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ વગર (Skin to skin contact) પણ POCSO Act લાગુ થાય છે
નવી દિલ્હીઃ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે (Nagpur Bench of the Bombay High Court) યૌન ઉત્પીડનના (Sexual harassment case) એક આરોપીને એ કહીને છોડી મૂક્યો હતો કે, સગીરાના ગુપ્ત અંગો સાથે સ્કિન ટૂ સ્કિન સંપર્ક વગર (Skin to skin contact) અડવું પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ નથી આવતું. ત્યારબાદ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે (Attorney General K. K. Venugopal) આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો-જાતીય સતામણી કેસઃ મુંબઈ પોલીસે ગણેશ આચાર્ય વિરૂદ્ધ FIR દાખલ કરી
જાતીય ઈચ્છાથી શરીરના જાતીય ભાગોને સ્પર્શ POCSO Actનો મામલો છે
સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, જાતીય ઈચ્છાથી શરીરના જાતીય ભાગોને સ્પર્શ પોક્સો એક્ટ (POCSO Act)નો મામલો છે. એવું ન કહી શકાય કે, કપડાંની ઉપરથી બાળકોને સ્પર્શ યૌન શોષણ નથી. એવી પરિભાષા બાળકોને શોષણથી બચાવવા માટે બનેલા પોક્સો એક્ટ (POCSO Act)ના ઉદ્દેશને પતાવી દેશે.
સુપ્રીમ કોર્ટે આરોપીને સજા ફટકારી
સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલામાં બોમ્બે હાઈકોર્ટથી (Bombay High Court) મુક્ત છૂટેલા આરોપીને દોષી જાહેર કર્યો હતો. આરોપીને પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે પોતાના નિર્ણયકમાં પોક્સો એક્ટ (POCSO Act) વ્યાખ્યાયિત કરતા કહ્યું હતું કે, જાતીય ઈચ્છા અંતર્ગત કપડાંની સાથે અડવું પણ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ આવે છે. આમાં 'ટચ' (Touch) શબ્દનો ઉપયોગ ગુપ્ત અંગો માટે કરવામાં આવ્યો છે. જ્યારે ફિઝિકલ કોન્ટેક્ટનો અર્થ એ નથી કે, આ માટે સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ (Skin to skin contact) થયો હોય.
એટર્ની જનરલે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમમાં દાખલ કરી હતી અરજી
એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે (Attorney General K. K. Venugopal) બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) આ નિર્ણય સામે અરજી દાખલ કરી હતી. પછી આ અરજીનું સમર્થન કરતા મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ (Maharashtra State Women's Commission), મહારાષ્ટ્ર સરકાર (Government of Maharashtra) સહિત અન્ય પક્ષકારો તરફથી પણ દાખલ અરજીઓ પર સુનાવણી થઈ હતી. 30 સપ્ટેમ્બરે આ મામલાની સુનાવણી પૂર્ણ થઈ હતી.
આ પણ વાંચો-પાયલ ઘોષ જાતીય સતામણી કેસઃ અનુરાગ કશ્યપ પોલીસ સ્ટેશન પહોંચ્યા
હાઈકોર્ટના આ નિર્ણયથી વ્યભિચારીઓને ખૂલ્લી છૂટ મળશેઃ અરજીકર્તા
સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ કોર્ટમાં કહ્યું હતું કે, હાઈકોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે, જો યૌન ઉત્પીડનના આરોપી અને પીડિતાની વચ્ચે સીધા સ્કિન ટૂ સ્કિનનો સંપર્ક (Skin to skin contact) ન થાય તો પોક્સો એક્ટ (POCSO Act) અંતર્ગત યૌન ઉત્પીડનનો કેસ (Sexual harassment case) નથી બનતો. એટર્ની જનરલે (Attorney General) સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, કોર્ટના આ નિર્ણયથી વ્યભિચારીઓને ખૂલ્લી છૂટ મળી જશે અને તેમને સજા આપવી ઘણી મુશ્કેલ થઈ જશે.