ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SC Ban on Firecrackers : બેરિયમ ધરાવતા ફટાકડાના ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી માંગતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી - દિલ્હી પોલીસ

બેરિયમ ધરાવતા ફટાકડા પર 2018 માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આવા ફટાકડાના ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીઓ ફગાવી દેતા ફટાકડા પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

SC Ban on Firecrackers
SC Ban on Firecrackers

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 2:58 PM IST

નવી દિલ્હી : બેરિયમ ધરાવતા ફટાકડા પર 2018 માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આવા ફટાકડાના ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીઓ ફગાવી દેતા ફટાકડા પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. દિલ્હી-NCRમાં પણ ગ્રીન ફટાકડા પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની ખંડપીઠે ગ્રીન ફટાકડાઓમાં વધુ સારી ફોર્મ્યુલેશન સાથે બેરિયમનો સમાવેશ કરવા માટે ફટાકડા એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

ફટાકડા પર પ્રતિબંધ : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ફટાકડામાં બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા અગાઉના આદેશ ચાલુ રહેશે. ઉપરાંત સંયુક્ત ફટાકડાના ઉપયોગ અંગે એસોસિએશનની બીજી અરજી પર વિચાર કરવાનો પણ ઈનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, દેશભરના તમામ અધિકારીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી :સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડા સહિત ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે અને અન્ય રાજ્યોમાં ગ્રીન ફટાકડાને મંજૂરી આપવામાં આવશે. વિગતવાર નિર્ણય આજે અપલોડ કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, પ્રતિબંધ હોવા છતાં લોકો કેવી રીતે ફટાકડા ફોડે છે. ઉપરાંત ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉકેલ ફટાકડા ફોડનાર પર કાર્યવાહી કરવી ઉકેલ નથી. પરંતુ સ્ત્રોત અંગે માહિતી મેળવો અને પગલાં લેવાનો છે.

કેન્દ્ર સરકારને સૂચન : ખંડપીઠના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીને કહ્યું, જ્યારે સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે તેનો અર્થ સંપૂર્ણ પ્રતિબંધ છે. પ્રતિબંધ ફટાકડા માટે છે. અમે લીલા કે કાળા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ દ્વારા કોઈ કામચલાઉ લાયસન્સ આપવામાં ન આવે તેની ખાતરી કરવી જરુરી છે. કારણ કે જો કોઈપણ પ્રકારનું લાઇસન્સ આપવામાં આવે તો તે કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે.

સમસ્યાનું સમાધાન શું ? ભાટીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર અને દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સુનાવણી દરમિયાન ખંડપીઠે એએસજીને કહ્યું કે ફટાકડા ફોડનારા લોકો સામેના કેસનો નિકાલ કરી શકાતો નથી અને તમારે સ્ત્રોત શોધીને કાર્યવાહી કરવી પડશે. જસ્ટિસ સુંદરેશે કહ્યું કે સરકારે તેને શરુઆતમાં જ ખતમ કરી નાખવાની જરૂર છે. લોકો ફટાકડા ફોડે ત્યારબાદ પગલાં લેવાનો કોઈ અર્થ નથી.

  1. Cauvery River Water Issue: સુપ્રીમ કોર્ટે કાવેરી જળ ફાળવણી મુદ્દે તમિલનાડુની અરજીને ફગાવી દીધી
  2. Karnataka News: ડીકે શિવકુમાર કર્ણાટક વિધાનસભાના પરિસરમાં પ્રવેશતા પહેલા ટેકવ્યું માથું

ABOUT THE AUTHOR

...view details