ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટ તરફથી સુપરટેકને ઝટકો, 40 માળના બે ટાવર્સને તોડવાનો આદેશ

રિયલ એસ્ટેટ કંપની સુપરટેકને મોટો આંચકો આપતા સુપ્રીમ કોર્ટે મંગળવારે નોઇડામાં તેના એક આવાસીય પ્રોજેક્ટમાં બે 40 માળની ઇમારતોને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટ તરફથી સુપરટેકને ઝટકો
સુપ્રીમ કોર્ટ તરફથી સુપરટેકને ઝટકો

By

Published : Aug 31, 2021, 2:19 PM IST

  • સુપરટેક બિલ્ડર્સ એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટમાં 40 માળના બે ટાવર તોડવાનો નિર્દેશ આપ્યો
  • સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે
  • ત્રણ મહિનાની અંદર બે ટાવરોને તોડવાનું કામ કરવામાં આવશે

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને 40 માળના ટાવરો તોડવાનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે અગાઉ નોઈડામાં સુપરટેક બિલ્ડર્સ એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટમાં 40 માળના બે ટાવર તોડવાનો નિર્દેશ આપ્યો હતો.

રેસિડેન્ટ્સ વેલફેર એસોસિએશનને 2 કરોડ રૂપિયા પરત કરવામાં આવે: સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, બિલ્ડિંગને તોડવાનું કામ અપીલકર્તા સુપરટેક ત્રણ મહિનાની અંદર નોઇડાના અધિકારીઓની દેખરેખ હેઠળ પોતાના ખર્ચે કરશે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે, બે મહિનાની અંદર બુકિંગના સમયથી 12 ટકા વ્યાજ સાથે ઘર ખરીદનારાઓને આખી રકમ પરત કરવામાં આવે અને ટ્વીન ટાવરના નિર્માણના કારણે થતી હેરાનગતિ માટે રેસિડેન્ટ્સ વેલફેર એસોસિએશનને 2 કરોડ રૂપિયા પરત કરવામાં આવે.

સુપરટેકના બે 40 માળના ટાવરમાં 915 ફ્લેટ અને દુકાનો છે

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમ આર શાહની ખંડપીઠે જણાવ્યું કે, 11 એપ્રિલ, 2014 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા, જેમાં ટ્વીન ટાવર્સ તોડવાનો નિર્દેશ આપ્યો હતો, તેમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની જરૂર નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, સુપરટેકના બે 40 માળના ટાવરમાં 915 ફ્લેટ અને દુકાનો છે જે નોઈડા ઓથોરિટીની મિલીભગતથી કરવામાં આવી હતી. પીઠે કહ્યું કે, નોઇડા અને એક વિશેષજ્ઞ એજન્સીની દેખરેખમાં ત્રણ મહિનાની અંદર બે ટાવરોને તોડવાનું કામ કરવામાં આવશે અને આનો ખર્ચ સુપરટેક લિમિટેડને ઉઠાવવો પડશે.

શહેરી ક્ષેત્રોમાં અનધિકૃત નિર્માણમાં વિશાળ વૃદ્ધી થઇ છે

ઉચ્ચ અદાલતે ભાર મૂકીને કહ્યું કે, શહેરી ક્ષેત્રોમાં અનધિકૃત નિર્માણમાં વિશાળ રીતે વૃદ્ધી થઇ છે, જે ડેવલપર્સ અને શહેરી નિયોજન અધિકારીઓ વચ્ચેની મિલીભગતનું પરિણામ છે અને કહ્યું કે નિયમોના આ રીતના ઉલ્લંઘનની કડક રીતે કાર્યવાહી કરવાની આવશ્યકતા છે.

ઓથોરિટીએ મકાન યોજનાઓ અંગે ઘર ખરીદનારાઓની આરટીઆઈ વિનંતી પર રોક લગાવી

આ મહિનાની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે ગ્રીન ઝોનમાં રિયલ એસ્ટેટ ડેવલપર સુપરટેકના બે રહેણાંક ટાવરોને મંજૂર કરવા માટે સત્તાના આઘાતજનક ઉપયોગ માટે નોઇડા સત્તાને ફટકાર લગાવી હતી. સર્વોચ્ચ અદાલતે એ પણ ધ્યાન દોર્યું કે, ઓથોરિટીએ મકાન યોજનાઓ અંગે ઘર ખરીદનારાઓની આરટીઆઈ વિનંતી પર રોક લગાવી છે. ઉચ્ચ અદાલતે નોઇડા સત્તાને કહ્યું કે, જે રીતે તમે દલીલ કરી રહ્યા છો, એ રીતે એવું લાગી રહ્યું છે કે, તમે પ્રમોટર છો. તમે ઘર ખરીદનારા વિરુદ્ધ નહી લડી શકતા. ઉચ્ચ અદાલતે આગળ કહ્યું હતું કે, એક સાર્વજનિક સત્તાના રૂપમાં તેને એક તટસ્થ વલણ અપનાવવું પડશે, પરંતું તેના આચરણથી આંખ, કાન અને નાકથી ભ્રષ્ટાચાર થાય છે.

ABOUT THE AUTHOR

...view details