ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SC: પીએમ, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસની કમીટી કરશે નિર્વાચન આયુક્તની ચૂંટણી - સુપ્રીમ કોર્ટેનો મોટો આદેશ

સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ કર્યો છે, તેણે ગુરુવારે ચૂંટણી પંચમાં કમિશનરોની નિમણૂક પર મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચમાં કમિશનરોની નિમણૂક પર મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જોસેફે કહ્યું કે, હવે માત્ર રાષ્ટ્રપતિ ચૂંટણી પંચમાં કમિશનરની નિમણૂક કરશે. પરંતુ તેમની ચૂંટણી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની સંયુક્ત સમિતિ દ્વારા કરવામાં આવશે.

SC: પીએમ, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસની કમેટી કરશે નિર્વાચન આયુક્તની ચૂંટણી
SC: પીએમ, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસની કમેટી કરશે નિર્વાચન આયુક્તની ચૂંટણી

By

Published : Mar 2, 2023, 12:26 PM IST

Updated : Mar 2, 2023, 2:29 PM IST

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂક માટે કૉલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો. જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે પોતાના ચુકાદો આપ્યો છે. તેમાં તેણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી પક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી કરશે. જોકે, નિમણૂકનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે રહેશે.

આ પણ વાંચો:Murder in Bawana Delhi: બવાનામાં કારખાનેદારની લાકડીના ઘા મારી કરાઈ હત્યા

આ બેંચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારના નામનો સમાવેશ થાય છે. આ કેસમાં ચુકાદો આપતા જસ્ટિસ જોસેફે કહ્યું કે, ચૂંટણી પંચે બંધારણના માળખામાં સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કાયદાના માળખામાં રહીને કામ કરવું જોઈએ.

ચૂંટણી કમિશનરની નિમણૂક પર સવાલ?: આ પહેલા સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ અમલદાર અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા દર્શાવવામાં આવેલી ઉતાવળ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તેમની ફાઇલ 24 કલાકમાં જ વિભાગોમાંથી પસાર કરવામાં આવી હતી. એટર્ની જનરલ આર વેંકટરામણીએ દલીલ કરી હતી કે, તેમની નિમણૂક સંબંધિત સમગ્ર મામલા પર નજર નાખવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટેનો કેન્દ્ર સરકારને પ્રશ્ન: સર્વોચ્ચ અદાલતે પૂછ્યું હતું કે, કેન્દ્રીય કાયદા પ્રધાને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે વડા પ્રધાનને ભલામણ કરાયેલ ચાર નામોની પેનલ કેવી રીતે પસંદ કરી જ્યારે તેમાંથી કોઈએ ઓફિસમાં નિર્ધારિત છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. ચૂંટણી પંચ અધિનિયમ, 1991 હેઠળ ચૂંટણી પંચનો કાર્યકાળ છ વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી, બેમાંથી જે વહેલો હોય તે લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂકમાં દખલ કર્યા હતા. કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક સંબંધિત મૂળ રેકોર્ડ પણ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે, અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા.

આ પણ વાંચો:Womens Day 2023: આજે પણ માસિક સ્રાવ સંબંધિત કેટલીક ગેર માન્યતાઓ છે, ચાલો જાણીએ

ચૂંટણી કમિશનરની નિમણૂક: ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન અને કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આ ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે. જેના કારણે ચૂંટણી કમિશનરની નિમણૂક સામે સવાલો ઉભા થયા છે. ચૂંટણી કમિશનરનો એક નિશ્ચિત કાર્યકાળ હોય છે, જેમાં નિવૃત્તિ 6 વર્ષ પછી અથવા તેમની ઉંમરના આધારે (જે વધારે હોય તે) આપવામાં આવે છે. ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્તિની મહત્તમ ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. એટલે કે, જો કોઈ 62 વર્ષની ઉંમરે ચૂંટણી કમિશનર બને છે, તો તેણે ત્રણ વર્ષ પછી આ પદ છોડવું પડશે.
કેવી રીતે દૂર કરાય છે ચૂંટણી કમિશનરને: નિવૃત્તિ અને કાર્યકાળ પુરો થવા ઉપરાંત ચૂંટણી કમિશનર મુદત પહેલા રાજીનામું પણ આપી શકે છે અને તેને દૂર પણ કરી શકાય છે. તેમને દૂર કરવાની સત્તા સંસદ પાસે છે. ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જેટલો જ પગાર અને ભથ્થાં આપવામાં આવે છે.

Last Updated : Mar 2, 2023, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details