નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના નામ સામે દાખલ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે આવો મામલો ચૂંટણી પંચ સમક્ષ મૂકવો જોઈએ. તે આ મામલાની સીધી સુનાવણી કરી શકતો નથી. જ્યારે અરજદાર દ્વારા નૈતિકતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે અહીં રાજકીય પક્ષોની નીતિમત્તા સાંભળી શકતા નથી.
Supreme Court on Alliance India : વિપક્ષી પક્ષના ગઠબંધન INDIA નામ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર, કહ્યું- ચૂંટણી પંચ પાસે જાઓ - supreme court
સુપ્રીમ કોર્ટે વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે કોર્ટે કહ્યું કે, આવો મામલો ચૂંટણી પંચ સમક્ષ મૂકવો જોઈએ.
INDIA નામ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો : એડવોકેટ રોહિત ખેરીવાલે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ રાજકીય પક્ષ અથવા ગઠબંધનને INDIA કહેવાની છૂટ હોવી જોઈએ. તેના પર જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું કે, કોઈપણ રાજકીય ગઠબંધનના નામ પર વાંધો ચૂંટણી પંચ સમક્ષ મૂકવો જોઈએ. અમે આ માટે યોગ્ય વ્યક્તિ નથી.
ચૂંટણીપંચ પાસે જવાની આપી સલાહ : સુનાવણી દરમિયાન એડવોકેટ રોહિત ખેરીવાલે કહ્યું કે, રાજકીય પક્ષો વચ્ચે તેમનો રાષ્ટ્રવાદ બતાવવાની સ્પર્ધા ચાલી રહી છે. તેના પર કોર્ટે કહ્યું કે શું આ કોર્ટ આ સ્પર્ધાને નિયંત્રિત કરી શકે છે. આના પર એડવોકેટે રાજકીય નૈતિકતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને દરમિયાનગીરીની માંગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે, અમે અહીં રાજકીય પક્ષોની નીતિમત્તા સાંભળી શકતા નથી. અરજદારે કહ્યું કે, ભારતને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ પેન્ડિંગ છે. તેના પર કોર્ટે અરજદારને સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.