નવી દિલ્હીઃ લોકસભામાંથી સાંસદ સદસ્યતા રદ થવાથી મહુવા મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આજે આ અરજી પર સુનાવણી 3 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી છે. લોકસભાએ એથિક સમિતિનો રિપોર્ટ મંજૂર રાખીને સોમવારે તૃણમૂલ કૉંગ્રેસ નેતા મહુઆ મોઈત્રાને સાંસદ તરીકે સદસ્યતા રદ કરી હતી. એથિક સમિતિના રિપોર્ટમાં મોઈત્રાને પૈસા લઈને સવાલ પુછવા તેમજ અનૈતિક અને અશોભનિય આચરણ માટે જવાબદાર ઠેરવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલાની સુનાવણી ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ એસવીએન ભટ્ટીની સંયુક્ત બેન્ચે મોઈત્રાના સીનિયર એડવોકેટ અભિષેક સિંઘવીએ જણાવ્યું કે બેન્ચે વિન્ટર વેકેશન બાદ આ મામલે સુનાવણી કરવાનું નક્કી કર્યુ છે. તેથી સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી 3 જાન્યુઆરીના પહેલા નહીં થાય.
સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ 8 ડિસેમ્બરે લોકસભામાં જોરદાર ચર્ચા બાદ મોઈત્રાના સાંસદ સભ્ય પદને રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને સદને ધ્વનિમતથી મંજૂરી આપી હતી. સમગ્ર ચર્ચામાં મોઈત્રાને સ્વયં પક્ષ રજૂ કરવાનો મોકો મળ્યો નહતો.
પ્રહલાદ જોશીએ કહ્યું કે, મોઈત્રા પર એથિક કમિટીએ અનૈતિક આચરણ અને સદનના અપમાનમાં દોષી ઠેરવ્યા હતા, કારણ કે તેમણે લોકસભા સભ્યોના પોર્ટલની યૂઝર આઈડ અને પાસવર્ડ અનાધિકૃત લોકો સાથે શેર કર્યો હતો. જેનો રાષ્ટ્રીય સુરક્ષા પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. આ અગાઉ એથિક કમિટીના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકરે મોઈત્રા વિરુદ્ધ ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા દાખલ કરાયેલ ફરિયાદ પર કમિટીની પહેલી રિપોર્ટ સદનમાં રજૂ કરી હતી.
નિશિકાંત દુબેએ ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રઈની ફરિયાદના આધારે આરોપ લગાડ્યો હતો કે મોઈત્રાએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વાક પ્રહાર કરવા માટે કારોબારી દર્શન હીરાનંદાની પાસેથી રોકડ અને ગિફ્ટ્સ લઈને લોકસભામાં સવાલો પુછ્યા હતા.
હીરાનંદાનીએ 19 ઓક્ટોબરના રોજ એથિક કમિટીને આપેલ સોગંદનામામાં દાવો કર્યો હતો કે મોઈત્રાએ લોકસભા સભ્યોની વેબસાઈટના પોતાના લોગ ઈન આઈડી અને પાસવર્ડ આપ્યા હતા. સીબીઆઈ આ મામલે પહેલા જ FIR નોંધાવી ચૂકી છે.
- આખરે મહુઆ મોઈત્રાનું સાંસદ પદ ગયું, લોકસભામાંથી બરતરફ કરાયા મોઈત્રા, તૃણમુલ કોંગ્રેસને મોટો ફટકો
- સાંસદ તરીકેની માન્યતા રદ થતાં જ મહુઆ મોઈત્રા ઉગ્ર