નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે (શુક્રવારે) NEET-PG કાઉન્સેલિંગમાં અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા કેસ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સત્ર માટે સરકારની 27 ટકા OBC અનામતની (OBC and EWS Reservation in Neet) યોજનાને મંજૂરી આપી દીધી છે.
હાલમાં દેશમાં રેસિડેન્ટ ડોક્ટરોની ભારે અછત
સુપ્રીમ કોર્ટે આ સત્રમાં OBC અને EWS ક્વોટા (OBC and EWS quota in NEET) માટે સરકારની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ સાથે NEET PGના વિદ્યાર્થીઓને રાહત મળી છે. કારણ કે હવે કાઉન્સેલિંગનો રસ્તો સાફ થઈ ગયો છે. ઓલ ઈન્ડિયા ક્વોટાની 27 ટકા સીટો પર OBC કેટેગરીના વિદ્યાર્થીઓને અનામત (Supreme Court Decision ON NEET) આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે કે NEET-PG કાઉન્સેલિંગની પ્રક્રિયા જલ્દી શરૂ થવી જોઈએ, આ રાષ્ટ્રીય હિતમાં છે. કારણ કે હાલમાં દેશમાં રેસિડેન્ટ ડોક્ટરોની ભારે અછત છે.