વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતે (AP High Court Chief Justice) આદિવાસી પરંપરા અનુસાર (married according to tribal tradition) જીવનની બીજી ઈનિગ્સમાં પત્ની સાથે લગ્ન કર્યા છે. આ માટે ખાસ તેઓ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં આવ્યા હતા. આદિવાસી પોષાકમાં વર વધૂ તૈયાર થયા હતા. આદિવાસી પરંપરા અનુસાર (AP High Court Chief Justice marriage) જાનૈયાઓ પણ આવ્યા હતા. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના જજ આવી રીતે જાહેરમાં આવતા ભાગ્યે જ જોવા મળે છે. એવામાં લગ્નના વાવડ મળતા સ્થાનિકોમાં પણ એક કૂતુહલ ઊભું થયું હતું.
આ પણ વાંચો:હવે હરિજનને બદલે આંબેડકર શબ્દનો ઉપયોગ કરશે દિલ્હી સરકાર
શું કહ્યું ચીફ જસ્ટિસે:ચીફ જસ્ટિસ યુયુ લલિતે કહ્યું હતું કે, આદિવાસી પરંપરા અનુસાર લગ્ન કરવાથી મને ઘણો આનંદ થયો છે. બુધવારે તેઓ પોતાની પત્ની સાથે અરાકઘાટીની સુંદરતાનો નજારો માણવા માટે વિશાખાપટ્ટનમ આવ્યા હતા. ચીફ જસ્ટિસ લલિત આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ છે. તેઓ અન્ય ચીફ જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને ચીફ જસ્ટિસ અમાનુલ્લાહ ખાન સાથે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. અલ્લુરી સીતારામરાજના જિલ્લા ક્લેક્ટર સુમિત કુમાર અને પડેરૂના આઈટીડીએ પીઓ ગોપાલકૃષ્ણે એમનું અરકુ રેલવે સ્ટેશન પર સ્વાગત કર્યું હતું.