- રાજસ્થાન સરકારને સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ
- આસારામની અરજી સંદર્ભે સુપ્રીમની નોટિસ
- 8 જૂન બાદ આગળ સુનાવણી થશે
નવી દિલ્હીઃરાજસ્થાન સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે. જોધપુરની જેલમાં બંધ આસારામે કરેલી જામીન અરજી કાઢી નાંખવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીના કેસમાં આ નોટિસ બજાવાઈ છે.આસારામે તેમના જામીનની અરજી કાઢી નાખવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર આપ્યો હતો અને પોતાની સારવાર માટે મુક્ત કરવાની માગણી કરી છે.
આ મામલે જસ્ટિસ બી. આર. ગવઇ અને જસ્ટિસ કૃષ્ણ મુરારિની બેન્ચે આસારામ તરફથી પેશ થયેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ આજે જણાવ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે અને તેમને આયુર્વેદિક ઉપચારની જરુર છે. લૂથરાએ જણાવ્યું કે આસારામ 84-85 વર્ષના વ્યક્તિ છે જેમનો સીટી સ્કેન સ્કોર 8/25 આવ્યો હતો જે ઘણો ગંભીર છે.