ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Fodder Scam Case: લાલુ યાદવની જામીન રદ કરવાને લઈને સુપ્રીમ કોર્ટની નોટિસ - દુમકા ટ્રેઝરી કેસ

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ચારા કૌભાંડના બે કેસમાં દોષિત ઠરેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે. સીબીઆઈએ લાલુના જામીન રદ્દ કરવાની માંગણી પર નોટિસ જારી કરીને લાલુ પ્રસાદ પાસે જવાબ માંગ્યો છે.

Fodder Scam Case:
Fodder Scam Case:

By

Published : Mar 27, 2023, 3:59 PM IST

પટનાઃસુપ્રીમ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડ કેસમાં લાલુને મળેલા જામીન અંગે આ નોટિસ જારી કરી લાલુ પ્રસાદનો જવાબ માંગ્યો છે. લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડના બે કેસમાં જામીન પર છે. સીબીઆઈએ જામીન રદ કરવા અરજી કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે લાલુને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. સીબીઆઈએ ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી છે. જેમાં લાલુ પ્રસાદને જામીન પર મુક્ત કરવાની લીલી ઝંડી આપવામાં આવી છે.

આ પણ વાંચો:લાલુની જામીનને CBIએ હાઈકોર્ટમાં અટકાવી, કહ્યું- 14 વર્ષની કેદ છે, પછી જામીન કેવી રીતે?

શું છે મામલોઃ ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 વચ્ચે દુમકામાં ગેરકાયદેસર રીતે 13.13 કરોડ કાઢવામાં આવ્યા હતા. કેસમાં સીબીઆઈએ 48 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. કૌભાંડ થયું ત્યારે લાલુ પ્રસાદ બિહારના સીએમ હતા. તેમની પાણે નાણા મંત્રાલય હતું. આરોપ છે કે તેમણે તેમના પદનો દુરઉપયોગ કરીને કેસની તપાસ માટે આવેલી ફાઈલને 5 જુલાઈ 1994થી 1 ફેબ્રુઆરી 1996 સુધી અટકાવી રાખી હતી. લાલુ યાદવ ઘાસચારા કૌભાંડના અન્ય કેસોમાં દોષિત ઠર્યા હતા.

શું લાલુની મુશ્કેલી વધી શકે છેઃ દુમકા ટ્રેઝરી કેસમાં લાલુ પોતાની અડધી સજા કાપી ચૂક્યા છે. લાલુએ 42 મહિના જેલમાં વિતાવ્યા હતા ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા. સીબીઆઈએ આ બંને મામલામાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે સંજ્ઞાન લીધું છે. લાલુને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે. હાલમાં લાલુ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ દિલ્હીમાં છે અને સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસથી લાલુની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. હવે લાલુના જવાબની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો:જાણો આ કેસમાં લાલુ પ્રસાદ યાદવને મળ્યા જામીન

ABOUT THE AUTHOR

...view details