- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાનો (Lakhimpur Kheri Violence) મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
- સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉત્તરપ્રદેશ સરકારને (UP Government) શુક્રવારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ
- રિપોર્ટમાં મૃતકોની જાણકારી, FIRની જાણકારી, કોની ધરપકડ કરવામાં આવી, તપાસ પંચ અંગે માગી માહિતી
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાનો (Lakhimpur Kheri Violence) મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે આજે (ગુરુવારે) મહત્ત્વની સુનાવણી થઈ હતી. આમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને (UP Government) એક દિવસનો સમય આપ્યો છે અને શુક્રવારે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. આ રિપોર્ટમાં મૃતકોની જાણકારી, FIRની જાણકારી, કોની ધરપકડ કરવામાં આવી, તપાસ પંચ વગેરે અંગે બધુ જણાવવું પડશે. કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, મૃત ખેડૂત લવપ્રિત સિંહની માતાની સારવાર માટે શક્ય તમામ મદદ કરવામાં આવે. પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાને આઘાત લાગ્યો હતો. ત્યારથી તેઓ બીમાર છે.
હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં બનાવાશે તપાસ ટીમ
કોર્ટમાં ઉત્તરપ્રદેશ સરકાર તરફથી રજૂ થયેલા ગરિમા પ્રસાદે કહ્યું હતું કે, સરકારે FIR નોંધી લીધી છે. આ ઉપરાંત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં તપાસ ટીમ બનાવવામાં આવી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, હાઈકોર્ટમાં આ મામલા અંગે કેટલી અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમની તહેસીલ અને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરો. આ ઉપરાંત કેટલી FIR, કેટલા લોકોની ધરપકડ, કેટલા આરોપી એ તમામ જણાવવાનું પણ કહ્યું છે.
આ પણ વાંચો-lakhimpur Kheri Violence : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા