ઉત્તર પ્રદેશ : વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં (Gyanvapi Masjid case) મળેલા 'શિવલિંગ'ના રક્ષણ માટેની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. આ મામલે વિચારણા કરવા માટે એક બેન્ચની પણ રચના કરવામાં આવશે. જ્ઞાનવાપી સંકુલમાં મળેલા શિવલિંગને સાચવવાની સમયમર્યાદા વધારવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ 12 નવેમ્બરથી સુનાવણી (Hearing of Gnanawapi Masjid today) કરશે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
જ્ઞાનવાપી સંકુલમાં (Gyanvapi Masjid case) મળેલા શિવલિંગને સાચવવાની સમયમર્યાદા 12 નવેમ્બરથી લંબાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી (Hearing of Gnanawapi Masjid today) કરશે. સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે બપોરે 3 વાગ્યે શિવલિંગના સંરક્ષણ મામલે સુનાવણી નક્કી કરી છે.
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદની આજે સુનાવણી :હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને ગુરુવારે ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને અરજીની વહેલી સુનાવણીની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે બપોરે 3 વાગ્યે શિવલિંગના સંરક્ષણ મામલે સુનાવણી નક્કી કરી છે. અગાઉના આદેશમાં, સુપ્રીમ કોર્ટે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે મસ્જિદની અંદર જ્યાં 'શિવલિંગ' મળી આવ્યું છે તે જગ્યા સુરક્ષિત રાખવામાં આવે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસ :આ સાથે સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે, આનાથી મુસ્લિમોના નમાજ પઢવાના અધિકાર પર અસર ન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વારાણસીના જિલ્લા ન્યાયાધીશને જ્ઞાનવાપી મસ્જિદની (Gyanvapi Masjid case) અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો, જેમાં કેસને રદ કરવાની માગ કરવામાં આવી હતી. સમિતિએ કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતમાં જ્ઞાનવાપી મસ્જિદનો કેસ પૂજા સ્થળ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ હેઠળ દાખલ કરી શકાય નહીં.