- સુપ્રીમ કોર્ટે PIL પર કેન્દ્રને નોટિસ જારી કરી
- પેગાસસના કથિત ઉપયોગની કોર્ટ-મોનિટરિંગ તપાસની માગ કરતી PIL
- રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરે તેવી કોઈ બાબત જાહેર થાય તેવું નથી ઇચ્છતી કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પેગાસસના કથિત ઉપયોગની કોર્ટ-મોનિટરિંગ તપાસની માગ કરતી PIL પર કેન્દ્રને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કથિત પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજીઓ પર કેન્દ્રને નોટિસ ફટકારી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તે નથી ઇચ્છતી કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરે તેવી કોઈ બાબત જાહેર કરે.
મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોસની ત્રણ સભ્યોની ખંડપીઠે અરજીઓ પર કેન્દ્રનો જવાબ માગતા કહ્યું કે તે 10 દિવસ પછી આ મામલાની સુનાવણી કરશે અને કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે જોશે.
સુપ્રીમ કોર્ટ નથી ઇચ્છતી કે સરકાર એવી કોઈ બાબત જાહેર કરે જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે
ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ નથી ઇચ્છતી કે સરકાર એવી કોઈ બાબત જાહેર કરે જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે. સુપ્રીમ કોર્ટે મહેતાની રજૂઆત બાદ ટિપ્પણી કરી હતી કે સોગંદનામામાં માહિતી જાહેર કરવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સામેલ છે. અરજદારોએ સોગંદનામામાં માહિતી આપવાની માગ કરી હતી.સર્વોચ્ચ અદાલતમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાની અરજી સહિત વિવિધ અરજીઓની સુનાવણી યોજાઈ રહી છે. જેમાં વરિષ્ઠ પત્રકાર એન. રામ અને અરુણ શૌરી અને એનજીઓ કોમન કોઝ પણ સામેલ છે. અરજીઓમાં સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી છે.
જાસૂસી સોફ્ટવેર પેગાસસના ઉપયોગને લગતી અરજીઓ