ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં કોરોનાની કથળેલી પરિસ્થિતિ અંગે આજે 'સુપ્રીમ' સુનાવણી - કોવિડ નેશનલ પ્લાન અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

દેશમાં કોરોના વાઈરસની સ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તો બીજી તરફ દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેવામાં કોરોનાથી બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી એકા એક સ્પષ્ટ રાષ્ટ્રીય યોજનાની જરૂર દર્શાવી છે. આ સાથે સાથે કેન્દ્ર સરકારથી 4 બિન્દુઓ પર જવાબ પણ માગ્યો છે. ગઈ સુનાવણી દરમિયાન પૂર્વ CJI એસ. એ. બોબડે, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને એસ. રવિન્દ્ર ભાટે ઘણી વાર એ કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ કોઈ હાઈકોર્ટને સુનાવણીથી રોકવાનો બિલકુલ નથી.

સુપ્રીમ કોર્ટમાં કોવિડ નેશનલ પ્લાન અંગે મંગળવારે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં કોવિડ નેશનલ પ્લાન અંગે મંગળવારે સુનાવણી

By

Published : Apr 27, 2021, 8:55 AM IST

  • દેશની ગંભીર કોરોનાની સ્થિતિ અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  • સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાથી એક સ્પષ્ટ યોજનાની જરૂર હોવાનું દર્શાવ્યું હતું
  • દેશમાં દરરોજ કોરોનાના નવા કેસ 3 લાખને પાર નોંધાઈ રહ્યા છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાથી બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. ગઈ સુનાવણી દરમિયાન પૂર્વ CJI એસ. એ. બોબડે, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને એસ. રવિન્દ્ર ભાટે ઘણી વાર એ કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ કોઈ હાઈકોર્ટને સુનાવણીથી રોકવાનો બિલકુલ નથી.

આ પણ વાંચોઃજખૌમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને રિમાન્ડ માટે અમદાવાદ મોકલાવાયા

સુપ્રીમ કોર્ટે 4 બિન્દુને ધ્યાનમાં રાખી કેન્દ્રને નોટિસ પાઠવી

આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે જે 4 બિન્દુઓ (ઓક્સિજનનો પૂરવઠો, આવશ્યક દવાઓનો પૂરવઠો, વેક્સિનેશનની રીત કઈ પ્રકારની હોય અને રાજ્યમાં લૉકડાઉનનો નિર્ણય કોણ લે? શું હાઈકોર્ટ પણ આવો આદેશ આપી શકે છે?) પર કેન્દ્રને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે બપોરે 12.15 વાગ્યે સુનાવણી કરશે.

આ પણ વાંચોઃUPના 5 શહેરોમાં લૉકડાઉન લગાવવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો

સુપ્રીમ કોર્ટના ઉદ્દેશ અંગે લોકોએ અલગ અલગ આરોપ લગાવ્યા

આ પહેલા 23 એપ્રિલે મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસે નારાજગી દર્શાવી હતી કે, 2 દિવસમાં સુપ્રીમ કોર્ટના ઉદ્દેશ અંગે વરિષ્ઠ વકીલ અને તમામ લોકોએ અલગ અલગ આરોપ લગાવ્યા છે. ગઈ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તેમનો પ્રયત્ન ફક્ત રાષ્ટ્રીય સ્તર પર આવશ્યક દવાઓ અને સંસાધનોના ઉત્પાદન અને આવનજાવન પર સર્જાતી મુશ્કેલીઓને સરળ બનાવવાનો છે, પરંતુ લોકોએ સુપ્રીમ કોર્ટના આદેશને સમજ્યા વગર અલગ અલગ ટિપ્પણી કરવાની શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details