- સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ કરવાની માગ કરવામાં આવી
- 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે (શુક્રવારે) સુનાવણી
- NEET પ્રવેશ પરીક્ષા અને અન્ય કેટલીક પરીક્ષાઓ મુલતવી રાખી હતી
ન્યુ દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)અને ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) બોર્ડની 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે (શુક્રવારે) સુનાવણી થશે. જણાવામાં આવે છે કે, કોવિડ-19ની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ કરવાની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃએમ.એસ.યુનિવર્સિટી ખાતે વિધાર્થી દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવાની કરાઈ માગ
આ પરીક્ષાઓ 4મેથી 14 જૂન દરમિયાન યોજાવાની હતી
નોંધપાત્ર વાત એ છે કે, 14મી એપ્રિલે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12માં ધોરણની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી અને 10માં ધોરણની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરીક્ષાઓ 4મેથી 14 જૂન દરમિયાન યોજાવાની હતી.