નવી દિલ્હી: દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસોમાં (Increase in Corona case) વધારાને કારણે સુપ્રીમ કોર્ટમાં આજે 7 જાન્યુઆરીથી વર્ચ્યુઅલ સુનાવણી (Virtual hearing Supreme Court from January 7) હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તેના તમામ ન્યાયાધીશોને (judges decided to get work done from residential office) તેમના રહેણાંક કાર્યાલયમાંથી કામ કરાવવાનો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટે એક પરિપત્ર દ્વારા જણાવ્યું
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક પરિપત્ર દ્વારા જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરીથી, ફક્ત ખૂબ જ અરજન્ટ કેસો, તાજા મામલા, જામીનના મામલા, અટકાયત અને નિયત તારીખના કેસ સૂચિબદ્ધ કરવામાં આવશે.
પરિપત્ર ઓમિક્રોન વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આવ્યો
આ પરિપત્ર ઓમિક્રોન વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આવ્યો છે. એકંદરે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 15,000 થી વધુ કેસ સહિત ભારતમાં 90,000 થી વધુ કેસ નોંધાયા છે.
કોર્ટે આવું જ વલણ અપનાવ્યું હતું