ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Supreme Court: સર્વોચ્ચ અદાલતને મળ્યા બે નવા જજ, સંખ્યા વધીને 32 થઈ - Supreme Court new judges

ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને જસ્ટિસ એસ વેંકટનારાયણ ભાટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. આમ શુક્રવારે દેશની સુપ્રીમ કોર્ટને બે નવા જજ મળ્યા હતા.

Supreme Court: સર્વોચ્ચ અદાલતને મળ્યા બે નવા જજ, સંખ્યા વધીને 32 થઈ
Supreme Court: સર્વોચ્ચ અદાલતને મળ્યા બે નવા જજ, સંખ્યા વધીને 32 થઈ

By

Published : Jul 14, 2023, 11:26 AM IST

નવી દિલ્હીઃકેન્દ્રએ 12 જુલાઈના રોજ જસ્ટિસ ભુઈયા અને ભટ્ટીને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કર્યા હતા. એ પછી આ રીતે કોર્ટના પોશાકમાં શપથવિધિ થઈ હતી. આ ન્યાયાધીશોની નિમણૂક સાથે, સર્વોચ્ચ અદાલતની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે અને વધુ બે જગ્યાઓ બાકી છે. જે આવનારા સમયમાં પૂર્તિ થઈ શકે છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે આ સંબંધમાં ટ્વીટ કર્યું હતું.

સુપ્રીમના નવા જજઃતારીખ 5 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ વેંકટનારાયણ ભાટીને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતીને મંજૂરી આપી હતી. તારીખ 17 ઓક્ટોબર, 2011ના રોજ ગુવાહાટી હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત. તેઓ તેમના પિતૃ હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હતા. તારીખ 28 જૂન, 2022 થી તેલંગાણા રાજ્ય માટે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતા. એ પછી હવે તેઓ દિલ્હીમાં સ્થાયી થયા છે.

આંધ્રપ્રદેશમાં હતાઃતારીખ 12 એપ્રિલ 2013ના રોજ, જસ્ટિસ એસ વેંકટનારાયણ ભટ્ટીને આંધ્રપ્રદેશની હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ તેમના પિતૃ હાઈકોર્ટમાં સૌથી વરિષ્ઠ છે. કોલેજિયમે કહ્યું હતું કે ઓગસ્ટ 2022થી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનું સુપ્રીમ કોર્ટની બેન્ચમાં કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં.

ગુજરાત હાઈકોર્ટઃ માર્ચ 2019 માં, તેમની કેરળ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી અને 01 જૂન 2023 થી તેઓ ત્યાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરી રહ્યા હતા. આ પહેલા ગુજરાત હાઈકોર્ટને પણ નવા ન્યાયાધીશ મળ્યા હતા. જેઓ પહેલા ઉત્તર પ્રદેશમાં સેવા આપી રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટને માર્ચ મહિનામાં એક સાથે પાંચ નવા જજ મળ્યા હતા. જુલાઈ મહિનામાં જ ગુજરાત હાઈકોર્ટમાં સુનિતા અગ્રવાલની નિમણૂંક કરાઈ હતી. જેઓ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ હતા.

  1. સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી - કોર્ટના બન્ને જજ સરપ્રાઇઝ વિઝીટ કરી શકે છે
  2. કોર્ટમાં ફિઝિકલ સુનાવણી મુદ્દે 3 જજ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે

ABOUT THE AUTHOR

...view details