ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Satyendar Jain: સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન વધુ 5 અઠવાડિયા સુધી લંબાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વપ્રધાન સત્યેન્દ્ર જૈનની વચગાળાના જામીન વધુ પાંચ અઠવાડિયા માટે લંબાવ્યા છે. અગાઉ 26 મેના રોજ સુપ્રીમ કોર્ટે જૈનને છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. કારણ કે કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવી હતી કે તેમને ભારે સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને તેમનું વજન 30 કિલોથી વધુ ઘટી ગયું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ

By

Published : Jul 24, 2023, 1:35 PM IST

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં તબીબી આધાર પર દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને આપવામાં આવેલી વચગાળાની જામીન સુપ્રીમ કોર્ટે સોમવારે ફરીથી પાંચ અઠવાડિયા માટે લંબાવ્યા છે. 10 જુલાઈના રોજ સર્વોચ્ચ અદાલતે જૈનના વચગાળાના જામીનને 24 જુલાઈ સુધી લંબાવ્યા હતા.

વજન 30 કિલોથી વધુ ઘટી ગયું: 26 મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ મંત્રીને તેમની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. સર્વોચ્ચ અદાલત સમક્ષ એવી દલીલ કરવામાં આવી હતી કે જૈનને ભારે સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને તેમનું વજન 30 કિલોથી વધુ ઘટી ગયું છે. જેને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન વધુ પાંચ અઠવાડિયા માટે લંબાવ્યા છે.

દિલ્હી હાઈકોર્ટે ફગાવી હતી જામીન અરજી: એપ્રિલમાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરી રહેલા મની લોન્ડરિંગ કેસમાં જૈન અને તેના બે સહયોગીઓની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે જૈન એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને એવું કહી શકાય નહીં કે તેણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જામીન માટેની બંને શરતોને સંતોષી છે. નીચલી અદાલતે 17 નવેમ્બર, 2022ના રોજ AAP નેતાની જામીન અરજી ફગાવી દીધી હતી.

શું છે મામલો: EDએ 24 ઓગસ્ટ 2017ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પ્રિવેન્શનની કલમો હેઠળ નોંધાયેલ FIRના આધારે સત્યેન્દ્ર જૈન અને અન્યો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. CBIએ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈને 14 ફેબ્રુઆરી 2015થી 31 મે 2017ના સમયગાળા દરમિયાન દિલ્હી સરકારમાં પ્રધાન તરીકે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં અપ્રમાણસર સંપત્તિ મેળવી હતી. જૈનની 30 મેના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

  1. Monsoon Session: AAP સાંસદ સંજય સિંહ 'અભદ્ર વર્તન' માટે સંસદમાંથી સસ્પેન્ડ
  2. Supreme Court: જ્ઞાનવાપીમાં ASI સર્વે પર સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો

ABOUT THE AUTHOR

...view details