નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ નાગરિકોની રેલ ભાડામાં છૂટ પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ SK કૌલ અને જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. ખંડપીઠે કહ્યું કે, કોર્ટ દ્વારા આ અંગે માર્ગદર્શિકા જારી કરવી યોગ્ય નથી. આ અંગે સરકારે નિર્ણય લેવો પડશે. આ અરજી EK બાલકૃષ્ણન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 32 હેઠળ, કોર્ટ અરજી મુજબ સરકારને આદેશ જારી કરે તે યોગ્ય નથી.
બંધારણની કલમ 32 હેઠળ:આ અરજી EK બાલકૃષ્ણન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં અરજદારે કહ્યું હતું કે, વૃદ્ધોને ભાડામાં છૂટ આપવી સરકારની ફરજ છે. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 32 હેઠળ, કોર્ટ અરજી મુજબ સરકારને આદેશ જારી કરે તે યોગ્ય નથી. ખંડપીઠે કહ્યું કે, વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને તેની નાણાકીય અસરોને કારણે, સરકારે આ મુદ્દા પર નિર્ણય લેવો પડશે અને પછી કોર્ટે અરજીને ફગાવી દીધી હતી.