નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની કચેરીઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત ઇન્સ્ટોલ કરવા માટેના તેના નિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 29 માર્ચ સુધીમાં તેના આદેશના અમલીકરણ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું.
નિર્દેશોનું પાલન કરવા સૂચન:બેન્ચે 21 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે જો નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે તો અમે કેન્દ્રીય ગૃહ સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો અને ગૃહ સચિવો સામે જરૂરી પગલાં લેવાની ફરજ પાડીશું. આ સાથે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોHigh Court: ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો બનાવ, પોલીસ અધિકારીઓએ HCમાં ફાઈલ કરી એફિડેવિટ
સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ: વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવે સદર મામલે એમિકસ ક્યુરીએ રજૂઆત કરી હતી. રજુઆતમાં તેમને જણાવ્યું હતું કે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અગાઉના નિર્દેશો મુજબ પાલન અહેવાલો ફાઇલ કરવાના બાકી છે. કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે છ અઠવાડિયાનો સમય નક્કી કર્યો હતો. કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, મુખ્ય દરવાજા, લોક-અપ, કોરિડોર, લોબી અને રિસેપ્શન તેમજ બહારના લોક-અપ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે.
આ પણ વાંચોHigh Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો
કસ્ટડીમાં થયેલા ટોર્ચર મામલે ચુકાદા દરમિયાન નિર્દેશ:નિર્દેશ આપનાર કોર્ટે પરમવીર સિંહ સૈનીની અરજી પર સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન આ નિર્દેશ આપ્યા હતા. પરમવીર સિંહે પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા લગાવવા અને ઓડિયો-વિડિયો રેકોર્ડિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોર્ટે 15 જુલાઈ 2018ના રોજ પણ આવો જ નિર્ણય આપ્યો હતો. વર્ષ 2017માં પણ કોર્ટે પોલીસ કસ્ટડીમાં ટોર્ચર મામલાના કેસમાં પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો. તેનો હેતુ માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની તપાસ કરવાનો અને દ્રશ્યની વિડિયોગ્રાફી કરવાનો હતો.