નવી દિલ્હીઃ આજે સુપ્રીમ કોર્ટે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગ(CAQM) પાસેથી માંગ્યો છે. ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાની સંયુક્ત બેન્ચે ન્યાય મિત્ર વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહની દલીલો સાંભળી હતી અને ઠંડી દરમિયાન થતા વાયુ પ્રદૂષણ તેમજ પરાલી સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણ પર ધ્યાન આપ્યું હતું.
Supreme Court Asks Report: દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા શું પગલા લેવાયા તેનો રિપોર્ટ રજૂ કરોઃ સુપ્રીમ કોર્ટ - સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ
મંગળવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા જે પગલા ભરવામાં આવ્યા છે તેના રિપોર્ટની માંગણી કરી છે. આ મુદ્દે આગામી સુનાવણી 31મી ઓક્ટોબરે થશે. વાંચો સુપ્રીમ કોર્ટના અવલોકન વિશે વિગતવાર...
By ANI
Published : Oct 10, 2023, 4:11 PM IST
વકીલ મિત્રની દલીલઃ સંયુક્ત બેન્ચે ન્યાય મિત્ર એવા વરિષ્ઠ વકીલ અપરાજિત સિંહની દલીલ ઠંડીમાં પરાલી સળગાવવાથી જે વાયુ પ્રદૂષણ થાય છે તેને ગંભીર સમસ્યા છે તેને ધ્યાને લીધી હતી. બેન્ચે આ મુદ્દાઓ CAQM સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. બેન્ચે CAQM પાસે પાટનગર તેમજ આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા માટે જે પગલા ભર્યા તેનો રિપોર્ટ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 31મી ઓક્ટોબરે થશે. આવનારી સુનાવણીમાં CAQMના રિપોર્ટ પર વ્યાપક ચર્ચા થશે તેની સંભાવના છે. CAQM સંસ્થાના રિપોર્ટમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણને કાબુ કરવા માટે કયા કયા નક્કર પગલા ભરવામાં આવ્યા છે તેની માહિતી સુપ્રીમ કોર્ટમાં રજૂ થવી આવશ્યક છે.
CAQM રિપોર્ટ રજૂ કરેઃ વકીલ મિત્ર સિંહે બેન્ચને જણાવ્યું કે, શરદ ઋતુની શરૂઆત અને દિવાળી આવતા સાથે જ વાયુ પ્રદૂષણની સમસ્યા વધી જાય છે. આ સમય દરમિયાન પ્રદૂષણને કાબુમાં લેવા માટેના ઉપાયો તેમજ પરાલી સળગાવવાના મુદ્દે CAQM પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સિંહે CAQM એક રિપોર્ટ આપીને માહિતી રજૂ કરે તેવી દલીલ કરી હતી. (ANI)