ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Welfare measures for migrants: કલ્યાણકારી પગલાં માટે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય - કલ્યાણકારી યોજનાઓ માટે કેન્દ્રને નિર્દેશ કરવા અનુરોધ

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન (second wave of corona pandemic) અમલમાં આવેલા નિયમોના કારણે ફરીવાર ભીડમાં આવી ગયેલાં પરપ્રાંતી કામદારો માટે કલ્યાણકારી પગલાંને લઇને (welfare measures for migrant workers) આજે સર્વોચ્ચ અદાલત (Supreme Court) નિર્ણય લેશે. અરજીકર્તાઓએ આ પ્રકારના કામદારો માટે ક્લ્યાણકારી યોજનાઓ લાગુ કરવાની માગણી કરી છે.

Welfare measures for migrants: કલ્યાણકારી પગલાં માટે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
Welfare measures for migrants: કલ્યાણકારી પગલાં માટે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

By

Published : Jun 29, 2021, 2:00 PM IST

  • લોકડાઉનના કારણે પ્રવાસી કામદારોની કફોડી સ્થિતિ થઈ હતી
  • આ કામદારો માટે સરકાર કલ્યાણકારી પગલાં લેવા થઈ હતી SCમાં અરજી
  • આજે સુપ્રીમ કોર્ટ સંભળાવી શકે છે નિર્ણય

નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન (second wave of corona pandemic) અમલમાં આવેલા નિયમોના કારણે ફરીવાર ભીડમાં આવી ગયેલાં પરપ્રાંતી કામદારો માટે ખાદ્ય સુરક્ષા (food security) રોકડ સહાય (cash transfer) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે નિર્દેશ કરવાનો અનુરોધ (Request to direct the center for welfare schemes) કરતી અરજી પર આજે મંગળવારે સર્વોચ્ચ અદાલત (Supreme Court decision) નો નિર્ણય આવશે.

આ પણ વાંચોઃ SC ઓડિટ કમિટીનો રિપોર્ટઃ કેજરીવાલ સરકારે જરૂરિયાતથી 4 ગણો વધારે માગ્યો ઓક્સિજન

Supreme Court ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહની પીઠે નાગરિક અધિકાર કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકરની અરજીઓ પર Supreme Court એ પોતાનો નિર્ણય 11 જૂને અનામત રાખ્યો હતો.

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ભીડમાં આવી ગયેલાં પરપ્રાંતી કામદારો માટે કલ્યાણકારી પગલાંની માગ

અરજીકર્તાઓ પ્રવાસી કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવાની માગણી કરી છે. આ સંદર્ભમાં એક નવી અરજી 2020ના સ્વતઃ સંજ્ઞાન ધરાવતાં વિલંબિત કેસમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Exam Cancel:10 દિવસમાં મૂલ્યાંકન કરીને 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરે રાજ્યઃ સુપ્રીમ કોર્ટ

ABOUT THE AUTHOR

...view details