નવી દિલ્હીઃ બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે 6 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. અરજીકર્તાના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કર્યો છે. જો કે બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવાને પટના હાઈ કોર્ટે યોગ્ય ઠેરવ્યું હતું અને ચુકાદો બિહાર સરકારની તરફેણમાં આપ્યો હતો. પટના હાઈ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આજે થવાની હતી સુનાવણીઃ જો કે સુપ્રીમ કોર્ટે આજે આ મુદ્દે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. આજે સુપ્રીમ કોર્ટે બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સુનાવણી માટે 6 ઓક્ટોબર તારીખ નક્કી કરી છે.
વિવિધ જ્ઞાતિના નાગરિકોની સંખ્યાઃ બિહાર સરકારે સોમવારે અતિ પ્રતિક્ષિત(મોસ્ટ અવેટેડ) જાતિ આધારિત વસ્તી ગણતરીનો સર્વે રજૂ કર્યો છે. જેમાં બિહારની કુલ આબાદી 13 કરોડથી વધુ છે. જેમાંથી 36.01 ટકા ઈબીસી, 27 ટકા ઓબીસી, 19.65 ટકા અનુસૂચિત જાતિ, 1.68 ટકા અનુસૂચિત જનજાતિના નાગરિકો હોવાની જાહેરાત કરાઈ છે. તેમજ 15.52 ટકા ઉચ્ચ વર્ગ, 14.26 ટકા યાદવો, 4.27 ટકા કુશવાહ અને 2.87 કુર્મી નાગરિકોનો હોવાની જાહેરાત કરાઈ છે.
બિહાર સરકારે પૂર્ણ કરી લીધી વસ્તી ગણતરીઃ જાતિ આધારિત સર્વેક્ષણ ગયા વર્ષે બિહાર વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને દરેક રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જો કે કેટલાક ગ્રૂપ અને વ્યક્તિઓએ આ વિરૂદ્ધ પટના હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઘા નાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી માર્ગ મોકળો થતા આ જાતિ આધારિત વસ્તી ગણતરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. (ANI)
- Bihar Caste Census: બહુ વિવાદાસ્પદ બનેલ બિહાર જાતિ આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર કરાયા, કુલ 215 જાતિઓનો ડેટા રજૂ થયો
- Supreme Court: બિહાર જાતિની વસ્તી ગણતરી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી